ગુજરાત ગૌ સેવા આયોગ હવે કાઉ ટુરિઝમ શરૂ કરશે

મંગળવાર, 23 જાન્યુઆરી 2018 (12:33 IST)
ગુજરાતમાં એશિયાટીક લાયન એક સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર છે તેમ હવે રાદ્ય ગાય માટેનું આકર્ષણનું કેન્દ્ર બને તે હેતુથી ગુજરાત ગૌ સેવા આયોગ કાઉ ટુરિઝમ શરૂ કરવા જઇ રહ્યું છે. ગુજરાતમાં ગાયોને પાળતી ગૌ શાળાઓ મોજૂદ છે ત્યારે આયોગને ગાય માટેનું ટુરિઝમ શરૂ કરવાનો વિચાર આવ્યો છે. ગૌ સેવા આયોગના ચેરમેન વલ્લભ કથિરીયાએ કહ્યું હતું કે ગાયોના રક્ષણ માટેનું જ્ઞાન આપતું ટુરિઝમ ગુજરાત શરૂ કરવા જઇ રહ્યું છે.ગાય એ માતા છે.

ગાયની પ્રત્યેક ચીજ પછી તે દૂધ હોય કે, ગૌમૂત્ર અને છાણ- એના ઉપયોગ અને ફાયદા વિશે ટુરિસ્ટને સમજ આપવામાં આવશે. ગુજરાતની એવી કેટલીક ગૌશાળાઓનો પણ આયોગે સંપર્ક કર્યો છે. ગુજરાતની મુલાકાતે આવતા ટુરિસ્ટને આવી ગૌશાળાઓ બતાવવામાં આવશે. કાઉ ટુરિઝમમાં બે દિવસની ટૂર રાખવાનું વિચારવામાં આવ્યું છે. ગાયના દૂધ, ગૌમૂત્ર અને છાણમાંથી બનતી પ્રોડક્ટ્સ અને દવાઓની ટુરિસ્ટને સમજ આપવામાં આવશે. આ આઇડિયા પાછળ ઇકોનોમિક આસ્પેક્ટ પણ છે. આ ટુરિઝમ થકી જે ઇન્કમ થશે તે ગૌશાળા અને ગાયોના વિકાસ માટે વાપરવામાં આવશે. વલ્લભ કથિરીયાએ કહ્યું હતું કે ટુરિસ્ટ માટે આખા ગુજરાતની ટ્રીપ કરવામાં આવશે. ગૌશાળા ઉપરાંત ગૌચર લેન્ડ કે જે આણંદ જિલ્લાના ધર્મજમાં આવેલી છે તેનો પણ ટુરિસ્ટ સરકીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતની અમદાવાદ, રાજકોટ અને ભૂજની જેલમાં ગાય માટેના શેલ્ટર બનાવવામાં આવ્યા છે તે પણ ટુરિસ્ટને બતાવવામાં આવશે
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર