સમાજ માટે લડનારા હવે રાજકારણ કરી રહ્યાં છે. હાર્દિક અને અલ્પેશ કોંગ્રેસ પાસે બેઠકો માંગી હોવાની ચર્ચા

મંગળવાર, 5 સપ્ટેમ્બર 2017 (15:25 IST)
પાસના કન્વીનર હાર્દિક પટેલે પાટણની રેલીમાં કોગ્રેસને સાથ આપવાનો ઈશારો કર્યો હતો તેની સાથે અલ્પેશ ઠાકોરે પણ દશેરાના દિવસે કયા પક્ષમાં બેસવું તેની જાહેરાત કરવાની વાત કરી હતી. હાલમાં ગુજરાતમાં એવી ચર્ચાઓ છે કે રાજ્યમાં આજ સુધી ત્રીજા પક્ષને સમર્થન મળ્યું નથી. માત્ર બે જ પક્ષો લોકોના માનસમાં છે. એક તરફ શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસમાંથી છુટા પડીને ભાજપ તરફી નવો પક્ષ રચીને ભાજપથી નારાજ થયેલા મતો કોંગ્રેસ તરફ વાળતા અટકાવવાનો પ્રયત્ન કર્યો છે તો બીજી બાજુ આમઆદમી પાર્ટી પણ હવે ગુજરાતમાં ચૂંટણી લડશે તેવી જાહેરાત ટુંક સમયમાં કરશે. તે ઉપરાંત અન્ય રાજકિય પક્ષો પણ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. ત્યારે એક ચર્ચા એવી ચાલી રહી છે કે સમાજની સેવા કરવા માટે જેલ ભોગવી અને તે સમયે ક્યારેય રાજકારણમાં નહીં ઉતરીએ એવી જાહેરાત કરનાર હાર્દિકે કોંગ્રેસ પાસે 23 પાટીદારોના નામની ભલામણ કરી હોવાની ચર્ચા ચારેકોર ચર્ચાઈ રહી છે. તો બીજી બાજુ ભાજપ અને કોંગ્રેસને જાહેરમાં ભાંડનાર અલ્પેશ ઠાકોરે પણ કોંગ્રેસ પાસે 80 બેઠકો માંગી હોવાની ચર્ચાઓ ચકડોળે ચડી છે. હવે આગળ જોવાનું રહ્યું કે કોને કેટલી બેઠકો મળે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર