વલસાડમાં ભાજપના કાર્યકરોએ ભાજપ વિરૂદ્ધ મુંડન કરાવી વિરોધ કર્યો, 80ની અટકાયત

શનિવાર, 19 ઑગસ્ટ 2017 (12:41 IST)
વલસાડ તાલુકાના કચીગામમાં વિકાસના કામો ન થતા હોવાથી ભાજપના જ કાર્યકરો અને નેતાઓ ભાજપ નારાજ થયા હતાં. ભાજપના કાર્યકરો વિકાસના કાર્યો ન થતાં એટલા નારાજ હતાં કે 11 કાર્યકરોએ મુંડન કરાવી નાખ્યા હતાં. જ્યાર બાદ આ કાર્યકરો કલેક્ટરને આવેદનપત્ર આપવા જઇ રહ્યાં હતાં ત્યારે પોલીસે 80 જેટલા લોકોને ડિઇટેન કરી લીધા હતાં. પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ તાલુકાના કચીગામમાં વિકાસના કાર્યો વર્ષોથી અટવાઇ પડ્યા છે. ભાજપના જ માજી તાલુકા ઉપપ્રમુખ મનહર પટેલે જણાવ્યું હતું કે કચીગામ ધરમપુર વિધાનસભામાં આવતો હોય વર્ષોથી વિકાસના કાર્યો અટકી પડ્યા છે. તાલુકા અને નિજ્જા પંચાયત દ્વારા કચીગામના વિકાસના કાર્યો પર ધ્યાન આપવામાં આવતુ નથી. જેથી ભાજપના કાર્યકરોએ ભાજપના સ્થાનિક કાર્યાલયે જઇ વિરોધ રૂપે મુંડન કરાવવાનો નિર્ણય કર્યો હતો. જો કે આ પહેલા જ ભાજપ કાર્યાલયે પોલીસબંદોબસ્ત ખડકી દેવામાં આવતા વિરોધ કરી રહેલા ભાજપના કાર્યકરોએ અન્ય જગ્યાએ મુંડન કરાવી કલેક્ટરને આવેદનપત્ર આપવાનો નિર્ણય કર્યો હતો. રેલી રૂપે ભાજપના કાર્યકરો નિકળ્યા ત્યારે તેમને કલેક્ટર કચેરી પહેલા જ ધરમપુર ચાર રસ્તા પાસે પોલીસે પકડી લીધા હતાં અને 80 જેટલા લોકોને ડિટેઇન કર્યા હતાં. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર