જાણો ગુજરાતના સૌથી નાના અને સૌથી મોટા અભ્યારણ્યની વિવિધતા

મંગળવાર, 6 જૂન 2017 (13:10 IST)
ગુજરાત રાજ્યનો 23.28% હિસ્સો કચ્છના ભાગે વારસામાં મળ્યો છે. ત્યારે આંકડાકીય દ્રષ્ટીએ જોઈએ તો,45,652 ચો.કિમી ના સરહદી જિલ્લામાં 23,452 ચો.કિમી મેદાન પ્રદેશ છે,તો 19,300 ચો.કિમીમાં કચ્છે રણપ્રદેશની ઓળખ મેળવી છે. રાજ્યના કુલ 28 સંરક્ષિત ક્ષેત્રમાંથી 4 અભયારણ્ય અને 1 સંરક્ષિત ક્ષેત્ર કચ્છના ભાગે આવ્યા છે. આપણા દેશનું સૌથી નાનું અભયારણ્ય બે કિલોમીટરનું અબડાસાનું ઘોરાડ અભયારણ્ય અને ગુજરાત રાજ્યનું સૌથી મોટું અભયારણ્ય  કચ્છના મોટા રણમાં 7506.22 ચો.કીમીમાં ફેલાયેલું છે.

આ અભયારણ્યમાં માત્ર ઘોરાડ જ જોવા મળે છે. ઘોરાડએ એક અત્યંત સંકટગ્રસ્ત પક્ષીની પ્રજાતિ છે.અને IUCN Red List દ્વારા 2011 ના તેને 'વિલુપ્તિના આરે' આવેલી પ્રજાતિ જાહેર કરાઈ છે. અહી 15 ભયગ્રસ્ત વન્યજીવ સંપદા,184 પક્ષી પ્રજાતિઓ અને 19 શિકારી પક્ષીઓનું નિવાસ સ્થાન છે. અહી 252 પ્રકારના ફૂલના છોડની વૈવિધ્યતા પણ જોવા મળે છે. હેણોત્રો માત્ર આ વિસ્તારમાં જોવા મળે છે.  એશિયાની એકમાત્ર વિશ્વ પ્રખ્યાત ફ્લેમિંગો સીટી અહી આવેલી છે, જે સુરખાબનું પ્રજનન સ્થાન છે. આ અભયારણ્ય જાહેર કરવા પાછળ મુખ્ય હેતુ સુરખાબના માળાઓના મેદાનને સંરક્ષિત કરવાનો હતો. અહી લાખોની સંખ્યામાં સુરખાબ દર વર્ષે આવે છે. 2015 ની વસ્તી ગણતરી મુજબ હાલ 4451 ઘુડખર નોંધાયા છે, જે 2009 ની વસ્તી ગણતરી મુજબ 4038 હતા.અહી 33 જાતના સ્તનધારી પ્રાણીઓ વસે છે,અહી 29 જાતના સરીસૃપો ને આ જમીન આશરો આપે છે,જેમાં 14 પ્રકારની ગરોળીઓ અને 12 પ્રકારના સાપનો સમાવેશ થાય છે.સાથે સાથે વિવિધ પ્રકારના 178 પક્ષીઓનું માનીતું ઘર છે.

વેબદુનિયા પર વાંચો