અત્યાર સુધી સૌરાષ્ટ્રની પ્રખ્યાત કેસર કેરી ગલ્ફ, યુ.કે, યુ.એસ. સહિતના દેશોમાં સિઝનમાં મુંબઈથી નિકાસ થતી હતી પણ આ વર્ષે હવે કેસર અને હાફુસ કેરી કેનેડા અને મલેશિયા પણ નિકાસ થવાની શકયતા છે. આ માટે મુંબઈના મરચન્ટ એક્ષપોર્ટરોને અત્યારથી જ ધૂમ ઈન્કવાયરી થઈ રહી છે. જોકે હજુ કેસરનો પાક બજારમાં જોઈએ તેટલા પ્રમાણમાં ઉપલબ્ધ નથી પણ પાક સારો હોવાનો અંદાજ રાખી વિદેશના આયાતકારો દ્વારા ઈન્કવાયરી શરૃ કરી દેવામાં આવી છે. જાણવા મળેલ વિગતો મુજબ , ગત વર્ષ ૧૫/૧૬માં દેશમાંથી કુલ ૩૫ હજાર ટનની નિકાસ થઈ હતી પણ આ વર્ષે પાક સારો હોવાનો અંદાજ રાખી ૪૫ હજાર ટન કેરીની નિકાસ થવાનો અંદાજ રાખવામાં આવી રહ્યો છે.