નગરપાલિકાની ૧૬ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપને આંચકો, કોંગ્રેસે પાંચ બેઠકો આંચકી

ગુરુવાર, 6 એપ્રિલ 2017 (14:53 IST)
ગુજરાત મિશન-૧૫૦ના લક્ષ્યાંક સાથે ભાજપે વિધાનસભા ચૂંટણી માટે ધમધમાટ શરૃ કર્યો છે પણ રવિવારે યોજાયેલી નગરપાલિકાની ૧૬ બેઠકોની પેટાચૂંટણીમાં યુપીના પરિણામની કયાંયે અસર જોવા મળી નથી કેમ કે, ભાજપની પાંચ બેઠકો કોંગ્રેસે આંચકી લીધી છે .

૧૬ બેઠકોની પેટાચૂંટણી અગાઉ કોંગ્રેસ પાસે બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકાની એક માત્ર બેઠક હતી. આજે જાહેર થયેલાં પરિણામોમાં કોંગ્રેસે મહેસાણા જીલ્લાના વિજાપુર , ભાવનગર જિલ્લાના વલ્લભીપુર ેમહુવા અને શિહોર પર વિજય મેળવ્યો હતો. આ ઉપરાંત બનાસકાંઠાના પાલનપુર નગરપાલિકા સહિત ખેડાના ઠાસરા નગરપાલિકામાં પણ વિજય હાંસલ કર્યો હતો. કુલ મળીને કોંગ્રેસે ભાજપ પાસેથી પાંચ બેઠકો આંચકી હતી. બીજી તરફ, ભાજપે નવ બેઠકો જાળળી રાખી હતી .
કોંગ્રેસના પ્રવક્તા ડૉ.મનિષ દોશીએ એવો આક્ષેપ કર્યો કે, શહેરી વિસ્તારોમાં ભાજપનો દબદબો છે તે વાત આજે મતદારો ખોટી પાડી છે. ચોંકાવનારી વાત તો એ છેકે, ૧૫૦ બેઠકો જીતવાની શેખી મારતાં ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પોતાના જ વિસ્તારની નગરપાલિકાની ત્રણ બેઠકો સાચવી શક્યા નથી. નગરપાલિકાની પેટાચૂંટણીમાં સારા દેખાવને પગલે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.
 
 
 

વેબદુનિયા પર વાંચો