આ મુદ્દે હાર્દિક પટેલ સહિતના પાટીદારો પરેશ પટેલના ઘરે પણ પહોંચ્યા હતા. હોબાળો થતા પોલીસ કાફલો પહોંચતા હાર્દિક પટેલ સહિતના લોકો ત્યાંથી જતા રહ્યાં હતા. જોકે, પોલીસે 10 લોકોને ઝડપી લીધા હતા. પોલીસે આ સાથે જ ઘટના સ્થળેથી 1 કાર અને 8 ટુ વ્હીલર જપ્ત કર્યા હતા. હાર્દિક પટેલ સહિત 60 જેટલા લોકો સામે રામોલ પોલીસમાં રાયોટિંગનો ગુનો નોંધાયો છે. વસ્ત્રાલના કોર્પોરેટર પરેશ પટેલની ફરિયાદના આધારે રામોલ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. પોલીસે અત્યાર સુધી 10 જેટલા લોકોની ધરપકડ કરી લીધી છે. આ મુદ્દે કોર્પોરેટર પરેશ પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે હાર્દિક સહિતના અસામાજિક તત્વો તેમના ઘરે હુમલો કરવા પહોંચ્યા હતા. જે મુદ્દે રામોલ પોલીસે તમામ સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો હતો.