Covid-19: કોરોના વાયરસનું નવું હોટસ્પોટ બની રહ્યું ગુજરાતનું આ શહેર

સોમવાર, 20 એપ્રિલ 2020 (12:28 IST)
મુંબઇ બાદ ગુજરાતમાં આવેલું અમદાવાદ કોરોના વાયરસનું હોટસ્પોટ બની રહ્યું છે. રવિવારે ગુજરાતમાં 367 નવા કેસ સામે આવ્યા, જેમાં એકલા અમદાવાદમાંથી 239 કેસ હતા, જ્યારે સોમવારે સવારે ગુજરાતમાંથી 108 નવા કેસ નોંધાયા હતા જેમાં 91 અમદાવાદના હતા, રાજ્યમાં 1851 લોકો સંક્રમિત છે જે રાજ્યના બે તૃતિયાંશની આસપાસ છે અને અડધાથી વધુના મોત થયા છે.  
જો આપણે દેશની વાત કરી તો સોમવારે 1 હજાર જેટલા નવા કેસ સામે આવ્યા અને સંક્રમિતોનો આંકડો 17 હજારને પહોંચી ગયો. જ્યારે 23 લોકોના મોત થયા છે અને જ્યારે અઢી હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે. તો બીજી તરફ સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર દેશમાં હજુ આ મહામારીથી 542 લોકોના મોત થયા છે અને 17265 લોકો સંક્રમિત થયા છે.  
 
કોરોના વાયરસને લઇને રાજ્ય સરકારો અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડામાં અંતર છે. અધિકારીઓનું કહેવું છે કે રાજ્યોના આંકડા મળવામાં મોડું થાય છે અને આંકડાને સંકલિત કરવામાં પણ સમય લાગે છે, એટલા માટે આંકડામાં અંતર આવે છે. આ ઉપરાંત વિભિન્ન એજન્સીઓ રાજ્યો પાસેથી સીધા આંકડા પ્રાપ્ત કરી જાહેર કરતી રહે છે. 
 
ગુજરાતમાંથી અત્યાર સુધી 1851 કેસ નોધાયા છે, જેમાં અમદાવાદમાં 1192 કેસ નોંધાયા છે જ્યારે 34 લોકોના મોત નિપજ્યા છે. તો બીજી તરફ  સુરતમાં 244 જેમાંથી 10 લોકોના મોત નિપજ્યા છે અને વડોદરામાં 181 કેસ નોધાયા છે જેમાંથી 7 લોકોના મોત નિપજ્યા છે.  
 
રાજ્ય સરકારો દ્વારા મળતી માહિતી અનુસાર મૃતકોનો આંકડો 542 પર પહોંચી ગયો છે. રવિવારે ગુજરાતમાં 5, ઉત્તર પ્રદેશમાં 3, કર્ણાટકમાં 2 અને રાજસ્થાનમાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. ગુજરાતમાં મૃતકોનો આંકડો 67 થયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર