New Haj Policy – ૨૦૨૩ - કેન્દ્ર સરકાર દ્વારા હજ કમિટીના કવોટામાં વધારો અને VIP ક્વોટા બંધ કરાતા સામાન્ય હજ અરજદારોને થશે ફાયદો

બુધવાર, 8 ફેબ્રુઆરી 2023 (11:06 IST)
લઘુમતી બાબતોના મંત્રાલય-નવી દિલ્હી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી હજ પોલીસી – ૨૦૨૩ અંતર્ગત હવે કુલ ક્વોટામાંથી હજ કમિટીનો ક્વોટા 70 ટકાથી વધારીને 80 ટકા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત રાજ્યને પણ દર વર્ષે ક્વોટામાં વધારો મળશે, જેથી ગુજરાતના હજ અરજદારોને તેનો લાભ મળશે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા VIP ક્વોટા પણ બંધ કરાતા એ ક્વોટાથી પણ સામાન્ય હજ અરજદારોને સીધે-સીધો ફાયદો થશે, તેમ ગુજરાત રાજ્ય હજ સમિતિના અધ્યક્ષની અખબારી યાદીમાં જણાવાયું છે.
 
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, હજ-2023ની તમામ માહિતી અને સૂચનાઓ હજ કમિટી ઓફ ઇન્ડિયા-મુંબઈની વેબસાઈટ https://www.hajcommittee.gov.in ઉપર મૂકવામાં આવશે. આ ઉપરાંત વધુ જાણકારી માટે ગુજરાત રાજ્ય હજ સમિતિની વેબસાઈટ https://haj.gujarat.gov.in અને https://www.gujarathajhouse.in વેબસાઈટ પણ સમયાંતરે જોતા રહેવા માટે યાદીમાં અનુરોધ કરાયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર