વિજય રૂપાણીએ શનિવારે આપ્યુ રાજીનામુ
ઉલ્લેખનીય છે કે ગુજરાત (Gujarat)ના સીએમ વિજય રૂપાણી (Vijay Rupani)એ શનિવારે રાજ્યપાલ ભવન પહોંચ્યા અને ગવર્નરને પોતાનુ રાજીનામુ આપ્યુ. રાજીનામા પછી તેમણે પ્રેસ વાર્તા કરીને બધી વાત સ્પષ્ટ કરી. રૂપાણીએ કહ્યુ કે સંગઠન અને વિચારઘારા આધારિત દળ હોવાને નાતે બીજેપીમાં સમય સાથે કાર્યકર્તાઓની જવાદારી પણ બદલતી રહે છે.
તેમણે કહ્યું કે હવે પાર્ટી તેમને જે પણ જવાબદારી સોંપશે તેને તેઓ સંપૂર્ણ ઉર્જા સાથે નિભાવશે. રૂપાણીએ કહ્યું, 'અમારી સરકારે પારદર્શિતા, વિકાસ અને સંવેદનશીલતા સાથે કામ કર્યું છે. કોરોનાના સમયમાં, અમારી સરકારે શક્ય તેટલી વધુ લોકોને મદદ કરવાનો પ્રયાસ કર્યો છે.
બીજેપીએ રવિવારે બોલાવી ધારાસભ્ય દળની બેઠક
તેમના રાજીનામા બાદ ભાજપે રવિવારે પાર્ટી ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. આ બેઠકમાં નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત થઈ શકે છે. ચર્ચાઓ મુજબ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, પુરુષોત્તમ રૂપાલા, સી.આર.પટેલ અને મનસુખ માંડવિયાના નામ આગળ ચાલી રહ્યા છે. આ સિવાય એક નવું નામ પણ અચાનક સામે આવી શકે છે.