છેલ્લા 24 કલાકની અંદર ભારતમાં કોરોનાના 1.73 લાખ નવા કેસ, 45 દિવસ પછી સૌથી ઓછા કેસ પણ મોત 3500ને પાર

શનિવાર, 29 મે 2021 (11:11 IST)
ભારતમાં કોરોનાની બીજી લહેર હવે નબળી પડતી દેખાય રહી છે.  રોજ આવનારા કેસ ઘટી રહ્યા છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1.73 લાખ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 45 દિવસમાં આ પહેલીવાર છે જ્યારે કોરોનાના આટલા ઓછા મામલા નોંધાયા છે. જો કે મોતનો આંકડો હજુ પણ 3500ને પાર છે. એક દિવસમાં કોરોનાથી દેશભરમાં 3617 લોકોએ જીવ ગુમાવ્યો છે. 
 
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક્ટિવ કેસ 1 લાખ 14 હજાર 428 ઘટ્યા છે. દેશમાં હવે કોરોના વાયરસના 22 લાખ 28 હજાર 724 એક્ટિવ કેસ છે. સાથે જ દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં કુલ 3,22,512 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.
 
આ સમયગાળા દરમિયાન કોરોના વાયરસના 2 લાખ 84 હજાર 601 દર્દીઓ સાજા થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 2 કરોડ 51 લાખ 78 હજારથી વધુ કોરોના દર્દીઓ સાજા થયા છે.
 
દેશભરમાં હવે કોરોનાથી ઠીક થનારા દરદીઓનો દર 90.80 ટકા પર પહોંચી ગયો છે. દૈનિક સંક્રમણ દર 8.36 ટકા હતો. આ સતત પાંચમો દિવસ છે જ્યારે દૈનિક સંકમણ દર 10 ટકાથી નીચે રહ્યો છે.
 
વેક્સીનેશન  વિશે વાત કરીએ તો, અત્યાર સુધીના આંકડા મુજબ, દેશમાં 20.89 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં, દેશમાં કોરોના વાયરસની 30,62,747 વેક્સીન આપવામાં આવી છે. સાથે જ કોરોનાના અત્યાર સુધીમાં કુલ 341 મિલિયન સેમ્પલ પરીક્ષણો કરવામાં આવ્યા છે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર