ખોડલધામના ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલે પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામાંથી પટેલ સમાજ અને રાજકારણ ક્ષેત્રમાં ખળભળાટ મચી ગયો હતો. આખરે ટ્રસ્ટીમંડળની અને વડીલોની સમજાવટ પછી તેમણે સમાજનું હિત ધ્યાનમાં રાખીને પોતાનું રાજીનામું પરત ખેંચી લીધું હતું. આમ, ખોડલધામના ખટરાગમાં ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. આજે નરેશ પટેલ એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું છે કે આ રાજીનામું મારું અંગત નિર્ણય હતો અને એ માટે કોઈ જવાબદાર નહોતું. મેં શિક્ષણ અને કૃષિના ક્ષેત્રમાં વિશેષ કામગીરી કરવા માટે અંગત કારણોસર રાજીનામું આપ્યું હતું. રાજીનામા પછી ગેરસમજને કારણે વિવાદ ઉભો થયો હતો, પરેશ પરના આક્ષેપ પાયાવિહીન હતા.