નલિયાકાંડ મુદ્દે સમિતિની રચના કરાઈ, કોલ ડીટેલ્સ ચેક કરી કડક કાર્યવાહી કરવા ખાતરી
નલિયાકાંડ મામલે પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું છે કે, નલિયાકાંડમાં સંડોવાયેલા તમામ આરોપીઓ સામે પગલાં લેવામાં આવશે. કોઇ પણ નેતા હશે તમામ કસુરવારો સામે કડક કાર્યવાહી થશે. આ તમામ લોકોની કોલ ડીટેલ્સ પણ ચેક કરવામાં આવશે. તેમણે માહિતી આપી હતી કે નલિયાકાંડમાં તપાસ સમિતિ નીમવામાં આવી છે. રીટાયર્ડ જજ જે.એલ. દવેના વડપણમાં સમિતિ નલિયાકાંડની તપાસ કરશે. અગાઉ વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા નલિયાકાંડના મુદ્દે હાઇકોર્ટના સીટીંગ જજના નિરીક્ષણ હેઠળ તપાસ થવી જોઇએ તેવી તેમની માગણીને ઉઠાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દરમિયાનગીરી કરી હતી. મુખ્યમંત્રીએ નલિયાકાંડમાં બાપુ કહેશે તેમ કરીશું તેવી ખાતરી આપતા છેવટે કોંગ્રેસે વિરોધ પડતો મુકીને બજેટની કામગીરીમાં ભાગ લીધો હતો.મુખ્યમંત્રીએ એવી ખાતરી આપી હતી કે, નલિયાકાંડમાં રાજય સરકારે ભાજપના કાર્યકરોને પણ છોડયા નથી, પક્ષમાંથી પણ સસ્પેન્ડ કર્યા છે અને હજુપણ કોઇને છોડશે નહીં. આમ છતાં વાઘેલાએ કહ્યું કે આપણે બંને સાથે હાઇકોર્ટની ચીફ જસ્ટીસ પાસે જઇને સીટીંગ જજની માગણી કરીએ. છેવટે રૂપાણીએ એવી ખાતરી આપી હતી કે આપણે બંને સાથે બેસીને નક્કી કરીશું, પણ ગૃહને શાંતિથી ચાલવા દઇએ. મુખ્યમંત્રીની આવી ખાતરી પછી અધ્યક્ષ રમણલાલ વોરાએ કહ્યું હતું કે આપણે બધા જાણીએ છીએ કે આપણે કહીંએ એટલે સીટીંગ જજની ફાળવણી થાય નહીં, પણ જે રીતે મુખ્યમંત્રીએ એવી ખાતરી આપી છે કે બાપુ સાહેબ જેમ કહે તેમ, આનાથી વિશેષ કાંઇ હોય નહીં,