Motivational Story: પિતાની મદદ કરીને પશુ ચરાવનાર યુવક આકરી મહેનતથી બન્યો IPS, નિર્લિપ્ત રાય પાસેથી લીધી તાલીમ

ગુરુવાર, 13 ઑગસ્ટ 2020 (12:57 IST)
એવું કહેવામાં આવે છે કે આકરી મહેનતનું ફળ મોડું પણ જરૂર મળે છે અને સંઘર્ષ બાદ જે ફળ પ્રાપ્ત થાય છે, તે સંતોષજનક હોય છે. આ કહેવતને અમદાવાદ ઝોન 7ના પોલીસ કમિશ્નર પ્રેમસુખ ડેલૂએ સાચી સાબિત કરી બતાવી છે. ડીસીપી પ્રેમસુખ ડેલ્લોએ ગરીબીને ખૂબ નજીકથી જોઇ છે. પ્રેમસુખનો જન્મ 4 એપ્રિલ 1988ના રોજ રાજસ્થાનના બિકાનેર જિલ્લાના રિયાસારા ગામમાં થયો હતો. પ્રેમસુખ ડેલૂ અશિક્ષિત માતા-પિતાના ચાર બાળકોમાં સૌથી નાના હતા. ગરીબી અને અભાવ વચ્ચે પણ તેમના માતા-પિતાને શિક્ષાની કિંમતનું જ્ઞાન હતું. 
પ્રેમસુખ ડેલૂના પિતા પોતાના બાળકોને સારું શિક્ષણ આપવા માટે ઉંટલારી ચલાવતા હતા. બીજી તરફ પ્રેમસુખ પણ પોતાની મદદ કરવા માટે બકરીઓ ચરાવતો હતો. પિતાએ બાળકોનો સારો ઉછેર પુરો પાડવા માટે તેમને શિક્ષિત કર્યા જેના કારણે પ્રેમસુખના મોટાભાઇને રાજસ્થાન પોલીસ કોન્ટેબલના રૂપમાં પોસ્ટિંગ મળ્યું. ત્યારબા પ્રેમસુખે સરકારી નોકરી મેળવવાનું લક્ષ્ય બનાવ્યું. પ્રેમસુખે રાજસ્થાનમાં પોતાનું કોલેજ સુધીનું શિક્ષણ પુરૂ કર્યા બાદ અલગ-અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવાનું શરૂ કર્યું. પહેલાં તેમને તલાટીના રૂપમાં નોકરી મળી. તેમછતાં પ્રેમસુખે સ્પર્ધાત્મક પરીક્ષા આપવાનું ચાલુ રાખ્યું. જેના કારણે પ્રેમસુખને સારી નોકરી મળી. પ્રેમસુખ રાજસ્થાનમાં સહાયક જેલરના રૂપમાં કામ કરી ચૂક્યા છે.  
 
2015માં હિંદી મીડિયમથી અભ્યાસ કરનાર પ્રેમસુખ ડેલૂ યૂપીએસઇની પરીક્ષામાં ભારતમાં 170મા સ્થાન પર હતા. પ્રેમસુખ ડેલૂ એક આઇએએસ અધિકારી બનવા માંગતા હતા પરંતુ પોતની રેન્ક અનુસાર તે એક આઇપીએસ અધિકારી બની ગયા. આઇપીએસ બન્યા બાદ પ્રેમસુખ ડેલૂએ ગુજરાત કેડર ફાળવવામાં આવી અને તમામ ટ્રેનિંગ પુરી કર્યા બાદ ગુજરાત આવી ગયા.
 
પ્રેમસુખ ડેલૂએ અમરેલીથી પોતાની ટ્રેનિંગના તબક્કાની શરૂઆત કરી અને અમરેલી એસપી નિર્લિપ્ત રાય સાથે ટ્રેનિંગ લીધી. ટ્રેનિંગ બાદ પ્રેમસુખ ડેલૂને એસપીના રૂપમાં પ્રમોશન મળ્યું હતું અને હવે તેમને અમદાવાદ ઝોન 7માં પોલીસ કમિશ્નરના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. હવે કહેવામાં આવે છે કે ગુજરાત પોલીસના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યા છે. કહેવામાં આવે છે કે ગુજરાત પોલીસને વધુ એક નિર્લિપ્ત રાય મળવા જઇ રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર