રાજયવ્યાપી વેક્સિનેશન મેગા ડ્રાઈવમાં આજે 10.00 વાગ્યા સુધીમાં 22.15 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરાયા છે. વેક્સિનેશન મેગા ડ્રાઈવના અસરકારક અમલીકરણ માટે આરોગ્ય વિભાગ ના તમામ કર્મચારીઓ દ્વારા સતત કામગીરી કરી આ મેગા ડ્રાઈવને સફળ કરવામાં આવી છે. હજુ વધુ ને વધુ લોકો વેક્સિનેશન માટે આગળ આવે એ માટે સમગ્ર વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્રના સૌ કર્મયોગીઓ પ્રયત્નશીલ છે.