અમદાવાદની હૉસ્પિટલમાં આગ ફેલાતા 13 નવજાત સહિત 200થી વધુ લોકોને બચાવાયાં

રવિવાર, 26 જૂન 2022 (10:58 IST)
અમદાવાદના પરિમલ ચાર રસ્તા પાસે આવેલી એક ઇમારતમાં શનિવારે સાંજના સમયે આગ લાગી હતી. આ આગને પગલે નવજાત બાળકો માટેના હૉસ્પિટલમાંથી 13 બાળકો સહિત ઇમારતમાંથી 200થી લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
 
ઇન્ડિયન એક્સપ્રેસ ફાયર સેફ્ટી વિભાગના અધિકારીઓને ટાંકીને લખે છે કે આ આગ પરિમલ ચાર રસ્તા પાસે આવેલા 'દેવ કૉમ્પલેક્સ'માં ત્રીજા માળે આવેલી એક સીએની ઑફિસમાં લાગી હતી.
 
આ આગ ચોથા માળે આવેલી 'ઍપલ સુપરસ્પેશિયાલિટી' સુધી પ્રસરી હતી, જેના કારણે હૉસ્પિટલમાંથી 13 નવજાત બાળકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યાં હતાં.
 
સત્તાધીશોના જણાવ્યા પ્રમાણે, આ ઇમારતમાંથી 200થી વધુ લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જેમાંથી 75 લોકોને છત પરથી ઍરલિફ્ટ કરવામાં આવ્યા હતા.
 
ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની સાથેસાથે રેસ્ક્યૂ ઑપરેશન પાર પાડતા કોઈ જાનહાનિ થઈ નહોતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર