MPના CM શિવરાજસિંહના ચાબખા:મોદી તો કલ્પવૃક્ષ છે, જે માગો એ મળશે, કેજરીવાલ બાવળ છે, જેમાં કાંટા વાગશે, રાહુલ બાબા તો પાક જ સાફ કરી નાખશે

શુક્રવાર, 18 નવેમ્બર 2022 (16:12 IST)
શિવરાજસિંહે અબડાસાની સભામાં કહ્યું હતું કે, અત્યારે ગુજરાતમાં નોટંકી કરવાવાળા રોજેરોજ જૂઠ્ઠું બોલે છે. એક દિવસ બીજું કહે બીજા દિવસે બીજું બોલે. નરેન્દ્ર મોદી તો કલ્પવૃક્ષ છે, જે માંગો એ મળશે. કેજરીવાલ છે બાવળનું વૃક્ષ, માત્ર કાંટા આપશે. જ્યારે રાહુલબાબા નિંદણ છે આખો પાક નષ્ટ કરી દેશે. કોંગ્રેસે આટલા વરસ ગુજરાતમાં રાજ કર્યું તે શું કર્યું? ગુજરાતને તબાહ અને બરબાદ કરી દીધું. ગુજરાતને બદનામ કરી દીધું. હવે બંને ફ્રીના સપનાં દેખાડે છે... કરજ માફ, મધ્યપ્રદેશમાં સવા વરસમાં તો જનતા બોલવા લાગી કે મામા મરી ગયા.. પાછા આવી જાવ.. અરે મામા તો ઠીક પણ કોંગ્રેસીઓ જ આવી ગયા ને કહેવા લાગ્યા કે મામા... અમારે કમલનાથ સાથે નથી રહેવું.

 
મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ રહી છે. 27 વર્ષથી અહીં ભાજપની સરકાર છે. જો 2022ની ચૂંટણીનું વિશ્લેષણ કરીએ એક તરફ ભાજપ અને તેના ગુપ્ત સમર્થક AAP તથા AIMIM અને બીજી તરફ કોંગ્રેસ છે. ભાજપનો વિકલ્પ કોંગ્રેસ જ છે. 1970થી 1995 સુધી ગુજરાતમાં જે ઔદ્યોગિક વિકાસ થયો તે બધાની સામે છે. નરેન્દ્ર મોદી અહંકારમાં ડૂબેલા છે. મોદી કહે છે કે મેં ગુજરાત બનાવ્યું. જાણે તેમના જન્મ પહેલા ગુજરાત હતું જ નહીં, ગુજરાતની અસ્મિતા પણ ન હતી. નરેન્દ્ર મોદી આ અંહકાર રાવણનો પણ નહોતો રહ્યો, તમારો પણ નહીં રહે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર