શોપિંગ ફેસ્ટિવલ નિષ્ફળ જતાં સરકારે મંત્રીઓ માટે ખરીદીનું શેડયુલ બનાવ્યું

ગુરુવાર, 24 જાન્યુઆરી 2019 (14:48 IST)
અમદાવાદમાં વાઈબ્રન્ટ મહોત્સવ પુર્વે શરુ થયેલા અમદાવાદ શોપીંગ ફેસ્ટીવલમાં  114 સ્ટોલમાંથી 30 સ્ટોલ માલીકો તો પડદો પાડીને સ્ટોલ ખાલી કરી ગયા છે. ગત શનિ-રવિમાં અમદાવાદમાં ફલાવર શો માટે જબરી ભીડ હતી પરંતુ શોપીંગ ફેસ્ટીવલમાં લોકોને બહુ આકર્ષણ ન હોવાના સંકેત મળ્યા હતા. જો કે અધિકારીઓએ એવો દાવો કર્યો કે સ્ટોલને 4,8 અને 10 દિવસ એ રીતે બુકીંગ આપવામાં આવ્યા છે જેના ચાર દિવસ પુરા થયા છે તે સ્ટોલ માલીકો ખાલી કરી ગયા છે. પરંતુ અહી મુલાકાતીઓ માટે કોઈ ખાસ આકર્ષણ નહી હોવાના પણ સંકેત છે. રાજય સરકારે મોટા મોટા ઈનામો જાહેર કર્યા હતા પરંતુ જેમાં કઈ રીતે ઈનામ મળશે તેની વ્યવસ્થાનો અભાવ છે. ખાસ કરીને માર્કેટમાં જે ચીજવસ્તુઓ મળે છે તે જ અહી મળે છે અને વેપારીઓ ડીસ્કાઉન્ટ આપતા નથી. રાજયના મંત્રીઓ તથા અધિકારીઓને શોપીંગ ફેસ્ટીવલની મુલાકાત લઈને શોપીંગ કરવા સૂચના આપી છે અને તે માટે તારીખ પણ ફાળવી દેવાઈ છે. ગઈકાલે રાજયના મંત્રીઓ ભુપેન્દ્રસિંહ, વાસણભાઈ આહીર, ગણપત વસાવા સહીતનાઓએ કુટુંબ સહીત શોપીંગ ફેસ્ટીવલની મુલાકાત લીધી હતી અને વધુ મંત્રીઓ આવી રહ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર