દિવાળીનો તહેવાર હોવાથી સુરત રેલવે સ્ટેશન પરથી બે દિવસથી ઉપડતી ટ્રેન પકડવા મોટી સંખ્યામાં મુસાફરો ઊમટી પડતાં અફરાતફરી મચી જવા પામી હતી. આજે પાંચ જેટલા લોકો દબાઈ જવાના કારણે ઢળી પડ્યા હતા. જેથી ત્યાં હાજર રેલવે પોલીસ દ્વારા સિપિઆર આપી બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જે પૈકી બેની હાલત ગંભીર થતાં 108 દ્વારા નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવકને મૃત હાજર કરવામાં આવ્યો હતો.
છેલ્લા બે દિવસથી દિવાળી અને છઠ્ઠ પૂજાને લઈને પરપ્રાંતીયો વતન જવા માટે સુરત રેલવે સ્ટેશન પર ધસારો જોવા મળી રહ્યો છે. ટ્રેનની ક્ષમતા કરતા ત્રણથી ચાર ગણા લોકો પ્લેટફોર્મ પર પહોંચી જતા અરાજકતાનો માહોલ સર્જાય જાય છે. આજે પ્લેટફોર્મ પર ટ્રેનમાં બેસવા માટે ભારે ધક્કામુક્કી થઈ હતી અને ભાગદોડ મચી ગઇ હતી. એકને પોલીસ દ્વારા સીપીઆર આપવામાં આવ્યું હતી. 108 દ્વારા સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં એકને હાલત ગંભીર થયા બાદ મોતને ભેટ્યો હતો.અંકિત બીરેન્દ્રસિંગ નામના યુવકનું મોત નીપજ્યું હતું. બિહાર છપરા ટ્રેનમાં યુવક વતન જઈ રહ્યો હતો. મુસાફરોના ભારે ઘસારા વચ્ચે બેભાન થતાં મહિલા સહિત બે લોકોને સારવાર અર્થે ખસેડવમાં આવ્યા હતાં. હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલા સુઇજા રામપ્રકાશ સિંહ અને રામપ્રકાશ સિંહ સારવાર હેઠળ છે. રામપ્રકાશશિંહ મૃતકનો ભાઈ છે. જ્યારે સુઇજા બેન સિંહનો પતિ ટ્રેનમાં રહી ગયો હતો.