ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની જાહેરાત, રાજ્યમાં 27 ઓક્ટોબર સુધી ટ્રાફિક પોલીસ દંડ નહીં ઉઘરાવે

શનિવાર, 22 ઑક્ટોબર 2022 (14:42 IST)
સેફ દિવાલી સેફ સુરત કાર્યક્રમમાં હર્ષ સંઘવીએ કરી મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, દિવાળી પર્વને લઈ આજથી 27 તારીખ સુધી ગુજરાતમાં ટ્રાફિક પોલીસ કોઈની પાસેથી દંડ ઉઘરાવશે નહીં.આજથી દિવાળી પર્વની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે શહેરમાં ચોરી લૂંટ જેવી ઘટનાઓ બનતી હોય છે. જેને લઇ ગૃહ રાજ્યમંત્રીની આગેવાનીમાં સુરત પોલીસ દ્વારા શહેરના વેપારીઓ અને નાગરિકોને માટે સેફ દિવાલી સેફ સુરત અંગેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ દિવાળી પર્વને લઈ ગુજરાતની જનતા માટે ખૂબ જ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતું કે, દિવાળી પર્વને લઈ આજથી ચાલુ થઈ આવનાર 27 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં એક પણ ટ્રાફિક પોલીસ કોઈ જ પ્રકારનો દંડ ઉઘરાવશે નહીં.

દિવાળી પર્વને લઈ શહેરમાં અનેક પ્રકારની ન બનવાની ઘટનાઓ બનતી હોય છે. ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ, ધાડ જેવી ઘટનાઓ બનતી હોય છે. આવી બધી ઘટનાઓથી અવગત કરાવવા અને સાવચેત કરાવવા માટે સુરત શહેર પોલીસ દ્વારા શહેરની જનતાને, પ્રબુદ્ધ નાગરિકો વેપારીઓને સાથે રાખી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ જોડાયા હતા. તેમની ઉપસ્થિતિમાં શહેરીજનોને પોતાને સુરક્ષિત રહેવા માટેની તમામ બાબતોથી અવગત કરાવ્યા હતા. દરમિયાન સુરત પોલીસ દ્વારા જુદી જુદી રીતે લોકો સાથે થતા ફ્રોડ અને ઘટનાઓથી બચવા માટેના ઉપાયો બતાવ્યા હતા.મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી ચાલુ થઈને આવનાર 27 તારીખના રાત્રિના 12 વાગ્યા સુધી ટ્રાફિક પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનો દંડ ગુજરાત પોલીસ દ્વારા ગુજરાતમાં ઉઘરાવવામાં આવશે નહીં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર