રાજકોટના બિલ્ડરે મર્સીડીસના 0007 નંબર માટે રૂા.19.01 લાખ ચૂકવ્યા

ગુરુવાર, 25 જુલાઈ 2019 (14:44 IST)
સાંકેતિક ફોટા 
શોખીનો પોતાનો શોખ પુરો કરવા અથવા અહમ સંતોષવા પાછું વાળીને જોતા નથી. રાજકોટના ગોવિંદ પરસાણા નામના બિલ્ડરે પોતાની મર્સીડીસ માટે 0007 નંબર મેળવવા આરટીઓને રૂા.19.01 લાખ ચૂકવ્યા છે. ગુજરાતીમાં 7 લખાય ત્યારે એ ગણેશનું પ્રતિનિધિ કરતો હોવાથી ગણેશ ભકત તરીકે તેમણે માનીતા નંબર માટે પ્રીમીયમ ચૂકવ્યું હતું. આમ છતાં, પરસાણા કહે છે કે મર્સીડીસની કિંમતના 33% નંબર માટે ચૂકવ્યા છતાં તેમને રોકાણનું પૂરતુ વળતર મળ્યું નથી. તેમણે જણાવ્યું હતું કે મેં 19 લાખ ચૂકવ્યા હતા. આરટીઓના નિયમના કારણે હું ગુજરાતીમાં સાતડો લખી શકીશ નહીં. અન્યથા 007 નંબર માટે આટલી મોટી રકમ ચૂકવવા જેમ્સ બોન્ડનો ચાહક નથી. પરસાણાએ તેના અગાઉના ત્રણ ફોર-વ્હીલર્સ માટે પણ આ નંબર મેળવ્યો હતો. ગુજરાત રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓએ સમર્થન આપ્યું હતું કે પસંદીદા-નંબર માટે કોઈએ રૂા.19.01 લાખ ચૂકવ્યા હોય તેવો આ પ્રથમ દાખલો છે. પરસાણા ઉપરોક્ત રાજકોટના જ 6ર્સ એન્ડ ટ્રાવેલ્સ ઓપરેટર ઉપેન્દ્ર ચુડાસમાએ લકી નંબર 1 માટે બીજી મોટી રકમ ચૂકવી હતી. તેને જીજે3-બી 0001 રજીસ્ટ્રેશન નંબર મળ્યો છે. ચુડાસમાએ જણાવ્યું હતું કે મેં મારી રેન્જ રોવરના લકી નંબર માટે રૂા.8.53 લાખ ચૂકવ્યા છે. અગાઉ મે મારી એસયુવી માટે આ જ નંબર મેળવવા રૂા.3.5 લાખ આપ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ 1,7,11,9,99 માટે વધુમાં વધુ સ્પર્ધા હોય છે. એ ઉપરાંત ઘણાં લોકો પોતાની જન્મતારીખ લગ્ન વર્ષ ગાંઠ અથવા બાળકની જન્મતારીખ વાળા નંબર માટે પ્રીમીયમ ચૂકવતા હોય છે. પસંદીદા નંબર માટે હવે ઈ-બીડીંગ હોવાથી રેકોર્ડ સંખ્યામાં લોકો ભાગ લે છે અને એથી પ્રિમીયમ વધતું જાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર