મહેસાણાના ઠગે આખા ગુજરાતમાં કૌભાંડ આચર્યું, લોનના નામે કંપની બનાવી લોકો પાસે રોકાણ કરાવ્યું

બુધવાર, 4 ઑક્ટોબર 2023 (18:55 IST)
મહેસાણામા રહેતા પિયુષ વ્યાસે ગરીબો સાથે લોનો આપવાના બહાને લાખો રૂપિયાની ઠગાઈ કરતા મહેસાણા એ ડિવિઝનમાં ફરિયાદી નોંધાઇ.

પિયુષ વ્યાસે હેપ્પી લોન નામે કંપની બનાવી ચેનલ પદ્ધતિ થી લોન આપવાનું નેટવર્ક ગોઠવી જેમાં 1000 રૂપિયાની લોનના બીજા સભ્યો બને તોજ લોન આપવામાં આવતી તેમજ પિયુષ વેબસાઈટ પર કંપનીમાં 26000 સભ્યો બનાવી સમગ્ર કૌભાંડ આચર્યું હતુંકડીના ચંદીગઢ ખાતે રહેતા રાજુભાઇ દતાંણીને તેઓના મિત્રે લોન અંગેની એક સ્કીમ અંગે જાણ કરી હતી.ત્યારબાદ મહેસાણાના પીલાજીગજ નજીક જિન કૃપા કોમ્પલેક્ષ ખાતે નાગરિક શક્યતા કેન્દ્ર નામની ઓફિસમાં બેસતા પિયુષ વ્યાસ સાથે મુલાકાત કરાવી હતી

જેમાં પિયુષ વ્યાસે માય હેપ્પી લોન નામની કંપની બતાવી હતી અને કંપનીમાં પેમ્પ્લેટ બતાવવ્યા હતા.જેમાં લોન લેવા માટે કોઈ આધાર પુરાવા કે બેન્ક ખાતા વિના પિયુષ 1000 રૂપિયા જમા લઈ ગ્રુપ લોન આપતો હોવાનું કહી જીરો ટકા વ્યાજ અને 50 ટકા સબસીડી ની લાલચ આપી ચેનલ પદ્ધતિ લોન આપવાનું નેટવર્ક ઉભું કર્યું હતું.ફરિયાદી પાસેથી અન્ય લોન લેવા માટે સભ્યો બાંવવા કહ્યું હતું જેના કારણે ફરિયાદી એ પોતાની નીચે કુલ 53 સભ્યો લોન માટે બનાવ્યા હતા ત્યારબાદ સભ્ય દીઠ 1000 રૂપિયા પિયુષ વ્યાસે લઈ લીધા હતા અને બદના લોન આપી નહોતી. જોકે ફરિયાદીને સમગ્ર મામલે જાણ થતાં પૈસા પરત માંગતા પિયુષ પૈસા આપ્યા નહોતા ત્યારબાદ ફરિયાદી ને જાણવા મળ્યું કે પીયૂષે સમગ્ર ગુજરાત માંથી પોતાની કંપનીની એપ પર 26000 સભ્યો સાથે આ પ્રકારે લોન ન આપી પૈસા નું રોકાણ કરાવી કૌભાંડ આચર્યું હતું.સમગ્ર કેસમાં હાલમાં મહેસાણા એ ડિવિઝનમાં ફરિયાદી એ પિયુષ વ્યાસ સામે કલમ કલમ 406,420, થતા ઘી પ્રાઈઝ ચિટ એન્ડ મની સર્ક્યુલેશન સ્કીમ બનીગ એકટ 1978 ની કલમ 3,4,5 મુજબ ફરિયાદ નોંધાવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર