mehandi Murder case- જાણો શા માટે કરી મેહંદીની હત્યા શા માટે અને કેવી રીતે થઈ

સોમવાર, 11 ઑક્ટોબર 2021 (10:31 IST)
- સચિન દિક્ષિત વડોદરા નોકરી કરતો હતો ત્યારે ઈવેન્ટ મેનેજમેન્ટ સાથે સંકળાયેલી મહેંદી નામની યુવતિના સંપર્કમાં આવ્યો હતો અને તેની સાથે શરીર સંબંધ બંધાયા હતા.
-બંને વચ્ચે બે વર્ષ સુધી શરીર સંબંધ રહ્યા હતા. સચિન શનિવાર અને રવિવારે વડોદરામાં મહેંદી સાથે જ રહેતો હતો ને બંને રંગરેલિયાં મનાવતાં હતાં.
- મહેંદીનાં સગાં અમદાવાદના બોપલમાં રહેતાં હોવાથી બંને બોપલમાં પણ મળતાં હતાં. બંને વચ્ચેના  સબંધના પરિણામે શિવાંશનો જન્મ થયો હતો. શિવાંશનો જન્મ પણ બોપલમાં જ થયો હોવાનું પોલીસનું કહેવું છે.
- પ્રાપ્ત માહિતી અનુસાર રાતે મળેલુ બાળક સચિન દિક્ષિતનુ હોવાનુ બહાર આવ્યુ બાળકની ઓળખ પ્રસ્થાપિત થઈ છે. સચિન દિક્ષિત સેક્ટર 26મા રહે છે અને પતિ પત્નીના ઝઘડામાં બાળકને તરછોડ્યુ હતું. બાળકના પરિજનોની ઓળખ કરવામાં સફળતા મળી છે. બાળકને મૂકવા આવેલી કારની પણ ઓળખ થઇ ગઇ છે.
 
- પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, 8 તારીખે સાંજે 4 વાગ્યાના અરસામાં દર્શનમ ઓએસીસના ભાડાના ફ્લેટમાં સચિન અને મહેંદી વચ્ચે ઉગ્ર ઝઘડો થતાં ઉશ્કેરાયેલા સચિને તેનું ગળું દબાવી હત્યા કરી હતી અને તે વખતે તેમનું બાળક પણ સાથે જ હતું
 
- સચિને હિના ઉર્ફે મહેંદીનું ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ તેના મૃતદેહને બેગમાં પેક કરીને રસોડામાં મૂકી દીધો હતો. આવેશમાં આવીને ઝઘડો થતા મર્ડર થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
 
- બાદમાં બાળકને સાથે લઇને અમદાવાદ આવવા નિકળી ગયો હતો. ત્યારબાદ શિવાંશને સ્વામિનારાયણ ગૌશાળામાં મૂક્યો હતો. ત્યાં તે રેગ્યૂલર ઘી અને દૂધ લેવા જતો હતો.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર