બગદાણા બાદ વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ, 4 કલાકમાં 6 ઇંચ, શહેરના માર્ગો પર નદી જેવા દ્રશ્યો સર્જાયા

ગુરુવાર, 30 જૂન 2022 (10:42 IST)
રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આગામી 5 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 1 જુલાઈ સુધી રાજ્યમાં છૂટાછવાયા વરસાદ પડશે અને 1 જુલાઈ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું જોર વધશે. 30 જૂનથી 3 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 
ત્યારે વલસાડમાં મોડી રાત્રે મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. ભારે વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. ધોધમાર વરસાદથી વલસાડ શહેર માત્ર 4 કલાકમાં પાણી પાણી થઈ ગયું છે. વલસાડમાં 4 કલાકમાં 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. પારડીમાં પણ સાડા ત્રણ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. સાથે જ વાપીમાં પણ દોઢ ઈંચ અને કપરાડા અને ધરમપુરમાં એક-એક ઈંચ વરસાદ પડ્યો છે.
 
વલસાડ તાલુકામાં પડેલા 6 ઇંચ વરસાદને લઈને શહેરના શાકભાજી માર્કેટ, MG રોડ, નાની ખત્રીવાડ, હાલર રોડ, તિથલ રોડ, છીપવાડ રેલવે ગરનાળા, મોગરાવાડી ગરનાળા સહિતના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. શહેરના રસ્તાઓ પણ જાણે નદી વહી રહી એવા દ્રશ્યો સર્જાયા હતા. વહેલી સવારથી પડેલા ભારે વરસાદને લઈને છીપવાડ અંદર પાસમાં પાણી ભરવાને કારણે ટેમ્પો સહિત ચાલક અને કિલનર ફસાયા છે.
વલસાડ શહેરમાં પડેલા મોડી રાત્રે વરસાદના કારણે શહેરના એન જી રોડ વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે પાર્ક કરેલા વાહનો પાણીમાં ડૂબી ગયા હતા, તો એમ.જી રોડ ઉપર આવેલ દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા હતા. 
 
વલસાડ જિલ્લામાં રાત્રે પડેલા વરસાદી આંકડા પર નજર કરીએ તો વલસાડ તાલુકામાં 158 MM, વાપીમાં 50 MM,પારડી 80 MM ધરમપુર 23 MM કપરાડા 9 MM અને ઉમરગામ તાલુકામાં 4 MM વરસાદ વરસ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર