વર્ષ 2002ના નરોડા પાટિયા કેસમાં હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. માયા કોડનાનીને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. જ્યારે બાબુ બજરંગીની મુશ્કેલીઓ વધી છે. કારણ કે કોર્ટે તેની સજા યથાવત રાખી છે અને જીવશે ત્યાં સુધી જેલમાં રહેશે. બાબુ બજરંગીને સ્પેશિયલ કોર્ટે 21 વર્ષની સજા કરી હતી. હાઈકોર્ટે બજરંગી સહિત 3 લોકોને કોર્ટે ષડયંત્રકારી ગણાવ્યાં. મુકેશ ઉર્ફે વકીલ, હીરાજી મારવાડી સહિત 12 લોકોને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. 31માંથી 14 દોષિત જ્યારે 17ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે.