ગાંધીજીના પૌત્રવધૂ ડો. શિવાલક્ષ્મીનુ નિધન

શુક્રવાર, 8 મે 2020 (11:59 IST)
મહાત્મા ગાંધીનાં પૌત્રવધૂ ડો. શિવાલક્ષ્મી કનુભાઈ ગાંધીનું 94 વર્ષની જૈફ વયે સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં નિધન. છેલ્લાં બે વર્ષથી સુરતનાં ભીમરાડ ખાતે રહેતાં હતાં. આજે અંતિમવિધિ કરવામાં આવશે. તેમના નિધનથી ગાંધીવાદીઓમાં શોક છવાયો છે.  છેલ્લા બે વર્ષથી બીમરાડમાં રહેતા 94 વર્ષીય ડો. શિવાલક્ષ્મી ગાંધી છેલ્લા 7 દિવસથી હોસ્પિટલમાં દાખલ હતાં. 4 વર્ષ પહેલા મહાત્માગાંધીનાં પૌત્ર અને ડો.શિવાલક્ષ્મી ગાંધીના પતિ કનુભાઈ ગાંધીએ પણ સુરતમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.
 
2013 માં કનુભાઈ સાથે ભારત આવ્યા હતા
ગાંધીના ત્રીજા પુત્ર રામદાસને ત્રણ સંતાનો હતા. બે પુત્રીઓ સુમિત્રા બેન અને ઉષા બેન પછી એક પુત્રનું નામ કનુભાઇ રાખવામાં આવ્યું હતું. કનુભાઈના લગ્ન શિવાલક્ષ્મી સાથે થયા હતા. કનુભાઇ શિવલક્ષ્મી સાથે 2013 માં ભારત આવ્યા હતા. તેમને કોઈ સંતાન નહોતું. શરૂઆતમાં તે દિલ્હી, બેંગ્લોર અને મરોલી આશ્રમમાં રહેતા હતા. ત્યારબાદ તે 2014 માં સુરતમાં સ્થાયી થયા હતા.  સુરતમાં તેમણે ભારતી મૈયા આનંદધામ વૃદ્ધાશ્રમમાં રહેવાનું શરૂ કર્યું.
 
ગાંધીબાપુના પરિવારનો સુરત અને ભીમરાડ ગામ સાથે અનોખો સંબંધ છે. ગાંધીબાપુએ દાંજીના મીઠાના સત્યાગ્રહ બાદ સુરતમાં ભીમરાડ ખાતે પ્રથમ સભા સંબોધી હતી. આજ ભીમરાડ ગામમાં તેમના પૌત્રવધૂ ડો.શિવાલક્ષ્મી ગાંધીનું ગુરુવારે નિધન થયું હતું. ડો. શિવાલક્ષ્મી ગાંધી છેલ્લા બે વર્ષથી સુરતમાં ભીમરાડમાં રહેતાં હતા. ભીમરાડ ગામે ગાંધી આશ્રમ, સ્મારક મૂર્તિમંત થાય, યુવાધનને સત્યાધુનિક સુવિધાસંપન્ન આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ અને કેળવણી મળે એ હેતુથી ડો. શિવાલક્ષ્મી ગાંધી સતત કાર્યશીલ હતાં.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર