બંગાળની ખાડી સક્રિય લો પ્રેશર સિસ્ટમ ઉત્તર-પશ્વિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. 1 સપ્ટેમ્બર સુધી ગુજરાત પહોંચવાની સંભાવના છે. તેનાથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 1 થી 3 સપ્ટેમ્બર વરસાદના અણસાર છે. હવામાન વિભાગ દ્વારા જણાવ્યું હતું કે હાલ ઓછું દબાણ મધ્ય ભારતમાં બનેલું છે. શહેરમાં આગામી બે દિવસો સુધી મધ્યથી હળવું દબાણ મધ્ય ભારત પર બન્યું છે. શહેરમાં આગામી બે દિવસ સુધી મધ્યમથી હળવા વરસાદનું અનુમાન છે. રવિવારે મહુઆ અને ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો.
રાજ્યના હવામાન વિભાગની આગાહી પ્રમાણે 31 ઓગસ્ટથી ત્રણ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. 1 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ રહેશે. તો દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ થશે. રાજ્યમાં જન્માષ્ટમીના દિવસે એટલે કે સોમવારે, અમદાવાદા, રાજકોટ, વડોદરા, સુરત સહિત અનેક જગ્યાએ સારો વરસાદ થયો હતો. વરસાદને કારણે ખેડૂતોમાં ફરી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં અત્યાર સુધી 24 ઓગસ્ટ સુધી 350.33 મિલી મીટર વરસાદ ખાબક્યો છે, જે ગત 30 વર્ષના મુકાબલે ઓછો છે, ગત 30 વર્ષમાં ગુજરાતમાં સરેરાશ 840 મિમી વરસાદ નોંધાયો છે. આ વર્ષે સૌથી વધુ ખરાબ સ્થિતિ ઉત્તર ગુજરાત અને કચ્છની છે. ઉત્તર ગુજરાતના ડેમમાં અત્યારે ફક્ત 23.97 ટકા પાણી છે, જ્યારે કચ્છના ડેમમાં 21 ટકા પાણી છે.
ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો વરસાદ 5 રાઉન્ડમાંથી જ સારો વરસાદ થયો છે, જ્યારે 3 રાઉન્ડ બેકાર ગયા છે. આ સાથે જ દુકાળની સંભાવના પ્રબળ છે. બીજી તરફ 31 ઓગસ્ટ સુધી જો વરસાદ ન થાય તો દુકાળની ચપેટમાં આવશે. મહેસાણા જિલ્લાના 4 તાલુકા, પાટણના 6 અને બનાસકાંઠાના 8 તાલુકામાં દુકાળનો ખતરો છે.
રાજ્યમાં 31મી ઓગસ્ટ બાદ પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ડાંગ, તાપી, નવસારી વલસાડમાં ભારે વરસાદની શક્યતા સેવાઇ રહી છે. રાજ્યમાં આણંદ અને ભરૂચમાં અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ખેડા, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસી શકે છે.