વિજય રૂપાણી સરકારના 8 મહિના અને ભૂપેન્દ્ર પટેલ સરકારના 16 મહિનામાં જાહેરાત પાછળ 988.58 લાખ ખર્ચાયા

શનિવાર, 11 માર્ચ 2023 (13:40 IST)
ગુજરાતમાં અવારનવાર સરકારી કાર્યક્રમોના આયોજન કરવામાં આવતા હોય છે. આ કાર્યક્રમોની પ્રસિદ્ધિ માટે સરકાર મોટાપાયે મીડિયામાં જાહેરાતો આપે છે. ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્ર દરમિયાન આ જ અંતર્ગત સવાલ પુછવામાં આવ્યો હતો. જેનો સરકારે જવાબ આપતાં અધધધધ ખર્ચો થયો હોવાની વિગતો સામે આવી છે.

આંકલાવ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ ગૃહમાં સવાલ પુછ્યો હતો કે, તારીખ 31-1-2023ની સ્થિતીએ છેલ્લા બે વર્ષમાં વર્ષવાર રાજ્ય સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા સરકારી ઉત્સવો અને કાર્યક્રમોની જાહેરાત પાછળ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે? જેનો જવાબ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે. માહિતી અને પ્રસારણ વિભાગે ગૃહમાં રજૂ કરેલા જવાબ અન્વયે સરકારી ઉત્સવોની જાહેરાત પાછળ સરકારે કોઈ ખર્ચ કર્યો નથી. પરંતુ સરકારી કાર્યક્રમોની જાહેરાત પાછળ છેલ્લા બે વર્ષમાં કરવામાં આવેલા ખર્ચની વિગતો આપી હતી.ગૃહમાં આપેલા જવાબને આધારે પુછવામાં આવેલા પેટા પ્રશ્નમાં સવાલ કરાયો હતો કે, કઈ એજન્સીને ક્યાં પ્રકારથી જાહેરાતો માટે કેટલી રકમ ચુકવવામાં આવી? જેનો જવાબ માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા આપવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર