રૂપાણીએ અમદાવાદના સૌથી લાંબા બ્રિજનું ઉદ્ઘાટન કર્યું

ગુરુવાર, 6 જુલાઈ 2017 (12:16 IST)
અમદાવાદમાં  બોપલ એસપી રિંગ રોડ પરના સૌથી મોટા ફ્લાય ઓવર અને બોપલ પોલીસ સ્ટેશનનું આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું હતું. 2014માં બ્રિજનું કામ શરૂ થયું હતું અને અગાઉ ફેબ્રુઆરીમાં બ્રિજ ખુલ્લો મૂકવાનો હતો. જોકે, હવે બ્રિજ શરૂ થતાં જ બોપલ જંકશન પર ટ્રાફિકનું ભારણ ઘટી જશે. બોપલ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિકનું ભારણ રહેવાથી હવે તેનું પણ નિરાકરણ આવી ગયું છે.

પોલીસ સ્ટેશનમાં મુલાકાતીઓ માટે પાણીની સુવિધા, બેસવા માટે અલાયદો રૂમ, પોલીસકર્મીઓ માટે રેસ્ટ રૂમ વગેરે સુવિધાઓ છે. તો સમગ્ર પોલીસ સ્ટેશનને અંદર અને બહાર સીસીટીવી કેમેરાથી કવર કરાયું છે. તો સરદાર પટેલ રિંગરોડ પરના સૌથી મોટા એવા 1.4 કિલોમીટર લાંબા બોપલ ઓવરબ્રિજ માટે 94.51 કરોડનો ખર્ચ થયો છે.   ઉદ્ઘાટન પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, જિલ્લા પ્રભારી મંત્રી શંકરભાઇ ચૌધરી, ઔડા ચેરમેન ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતા.

વેબદુનિયા પર વાંચો