અમદાવાદમાં કોન્ટેક્ટ લેસ પાણીપૂરી

બુધવાર, 18 મે 2022 (18:07 IST)
પાણીપુરીનુ નામ સાંભળતા જ ગમે તેટલુ ખાધુ હોય પણ ભૂખ ઓટોમેટિક જાગૃત થઈ જાય છે. એવુ કોઈ નથી જેને પાણી પુરી ભાવતી ન હોય.  કોરોનાકાળ પછીથી લોકો પાણી પુરી ખાવા ગભરાય છે. કારણ કે તેમા પુરીમાં મસાલો અને પાણી ભરવા માટે હાથનો પુરો ઉપયોગ થાય છે.  સ્વચ્છતા અને હાઈજીન ને લઈને દરેક પાણી પુરીવાળા પર વિશ્વાસ કરી શકાતો નથી. અમદાવાદમાં હવે એક કંપનીએ લાઈવ પાણીપુરીની દુકાન શરૂ કરી છે. જેમા તમારી સામે જ પાણી પુરી બનશે અને ગ્રાહકો પોતાના હાથ લગાવ્યા વગર જ પુરીમાં પાણી ભરી શકશે અને એ પણ 6 ચટાકેદાર સ્વાદમાં... !! 
એટલુ જ નહી આ કંપનીએ એક જ જાતની પૂરી નહીં, પરંતુ 5 અલગ અલગ પ્રકારની સાઈઝ. એમાં નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના ખાઈ શકે એવી 5 સાઈઝની પૂરી રાખવાના આવી છે. આ ઉપરાંત પૂરીમાં પણ અલગ અલગ ફ્લેવર રાખવામાં આવી છે, જેમાં પેરી પેરી, પિત્ઝા, ક્રીમ એન ઓનિયન, લેમન ચિલ્લી, ટોમેટો. ગ્રાહક પોતાને ગમતી પૂરી જણાવે એ તળવામાં આવશે. આ ઉપરાંત મશીનમાં પણ 5 પ્રકારનાં પાણી રાખવામાં આવ્યા છે, જે ઓટોમેટિક પૂરી નીચે લઈ જતાં એમાં પાણી ભરાઈ જશે. આમ, ગ્રાહક એક જ સ્થળે અલગ અલગ પાણીપૂરીની મજા માણી શકશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર