- મંત્રી ડો.હર્ષ વર્ધનએ કહ્યું કે, કુદરતી વાવાઝોડું ગંભીર ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે. સવારે 5:30 વાગ્યે તે અલીબાગથી 165 કિલોમીટર અને મુંબઇથી 215 કિલોમીટર દૂર હતુ . મંત્રીએ લોકોને તેમના ઘરોમાં રહેવાની સલાહ આપી. તેમણે કહ્યું કે માછીમારોએ દરિયા તરફ ન જાય . સાથે જ આગામી કેટલાક કલાકોમાં કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
- મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વાવાઝોડાને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ પણ તૈયાર થઈ ગઈ છે. બંને રાજ્યોમાં એનડીઆરએફની 33 ટીમો તૈનાત કરવામાં આવી છે. એકલા મહારાષ્ટ્રમાં તોફાનનો સામનો કરવા માટે 20 ટીમો તૈનાત કરવામાં આવી છે.