પત્ની દમણ ફરવા ગઇ તો પતિઓએ દારૂની મહેફિલ માણી, 10 લોકોની ધરપકડ

રવિવાર, 27 જૂન 2021 (13:55 IST)
અલથાન વિસ્તારમાં રહેનાર એક આર્કિટેક્ટ અને તેના મિત્રોની પત્નીઓ ફરવા માટ દમણ ગઇ હતી. તેનો ફાયદો ઉઠાવીને આર્કિટેક્ટએ પોતાના બંગલા પર મિત્રોને બોલાવીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા. તેની સૂચના મળતાં પોલીસને આર્કિટેક્ટના ઘરે રેડ પાડી, જેથી નાસભાગ મચી ગઇ. પોલીસે ઘટનાસ્થળેથી આર્કિટેક્ટ સહિત 10 લોકોની ધરપકડ કરી લીધી. ઘટનાસ્થળેથી વિદેશી દારૂની બોટલો તથા મોબાઇલ જપ્ત કરી લીધો.  
 
સૂત્રોના જ્ણાવ્યા અનુસાર પોલીસ કર્મીઓએ સૂચનાના આધારે અલથાન સેકન્ડ વીઆઇપી રોડ પર સ્થિત બાલાજી બંગલા નંબર 91ની છત પર રેડ પાડી. જ્યાં દારૂની પાર્ટીની ચાલી રહી હતી. પોલીસે ઘટનાસ્થળે 10 લોકોની ધરપકડ કરી ત્યાંથી 3 દારૂની બોટલો અને 11 મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા હતા. તેમની પત્ની ત્યાં પકડાયેલા અન્ય આરોપીઓની પત્ની સાથે દમણ ફરવા ગઇ હતી. આ દરમિયાન આર્કિટેક્ટએ પોતાના મિત્રોને પોતાના બંગ્લા પર બોલાવ્યા હતા અને ધાબા પર દારૂની પાર્ટી માણી રહ્યા હતા. 
 
પોલીસે પાર્ટી કરી રહેલા ધ્રુપદ ઉપરાંત ચારૂલ જીતેન્દ્ર બારોટ, રૂશી હિતેશકુમાર શાહ, વત્સલ પારસ ઓઝા, અભિષેક પંકજ શાહ, જ્ય દેસાઇ, આશીસહ કુમાર થમસે, હિરેન ભગવાસર, નિશાંત મશરૂમવાલા અને વિષ્ણુ મશરૂમવાલાની ધરપકડ કરી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર