લીંબડી સબ જેલના ચાર કેદીઓ દીવાલ કૂદીને ફરાર થયા

સોમવાર, 13 જાન્યુઆરી 2020 (11:45 IST)
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલી સબ જેલમાંથી કાચા કામના ચાર કેદીઓ દીવાલ કૂદીને ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ જેલ પોલીસમાં દોડધામ મચી હતી. સ્થાનિક પોલીસે કેદીઓને પકડી પાડવા માટે જિલ્લાભરમાં નાકાબંધી કરી દીધી છે. તો આજુબાજુના જિલ્લાઓમાં પ્રવેશતા માર્ગો પર પહેરો વધારી દીધો છે અને સઘન ચેકિંગ હાથ ધરી છે. અમદાવાદ અને રાજકોટ તરફ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે સવારે કેદીઓ જેલમાંથી નાસી છૂટતા પકડવા માટે ઠેરઠેર નાકાબંધી કરી છે. ત્યારે અમદાવાદ અને રાજકોટ તરફ જતા નેશનલ હાઈવે પર પણ કેદીઓને પકડી પાડવા માટે પહેરો ગોઠવી દીધો છે. કેદીઓ સૌરાષ્ટ્ર કે અમદાવાદ તરફ પણ જવાની શક્યતાઓ છે. તેને જોતો પોલીસે સતર્ક છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર