સુરત: કિશોરીએ સગાભાઇની બાળકીને આપ્યો જન્મ, રેપનો કેસ દાખલ

મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (09:58 IST)
આજના મોર્ડન યુગમાં સમાજમાં સંબંધોનું મહત્વ ઘટી રહ્યું છે. સમાજ માટે કલંકરૂપ એવી એક ઘટના સુરતમાંથી સામે આવી છે, જ્યાં એક કિશોરીએ પોતાના જ ભાઇના બાળકને જન્મ આપ્યા બાદ તેને કચરામાં ફેંકી દીધું હતું. જોકે બાળકીનું સારવારનું મોત નિપજ્યું છે. બાળકીને હદયની તકલીફ હતી. હવે તપાસ બાદ કેસમાં ખુલાસો થતાં પોલીસે કિશોર ભાઇ વિરૂદ્ધ રેપનો કેસ દાખલ કર્યો છે. 
 
આ ઘટના સુરતના ઉમરા પોલીસ મથકના પનાસગામ વિસ્તારની છે. કહેવામાં આવી રહ્યું છે કે થોડા દિવસો પહેલાં એક યુવતિને કચરામાંથી નવજાત બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો. તે ત્યાં પહોંચી તો થોડા સમય પહેલાં જન્મેલી નવજાત બાળકી દેખાઇ. આ સંબંધમાં સ્થાનિક નિવાસી પ્રતિભા બોરસાએ જણાવ્યું કે તે યુવતિ નવજાત બાળકીને કચરામાંથી ઉઠાવીને પોતાના ઘરે લાવી અને તેને સાફ કરીને કપડાં પહેરાની તેની સૂચના પોલીસે આપી અને 108 નંબર પર ફોન કરી એમ્બુલસને બોલાવીને તેની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવી હતી. 
 
કચરા પેટીમાંથી મળેલી નવજાત બાળકીને હોસ્પિટલમાં ભરતી તો કરાવી દીધી પરંતુ તે બાળકીને જન્મ આપીને કોણે મરવા માટે લાવાઅરિસ ફેંકી દીધી તે તપાસ કરવી પોલીસ માટે મોટો પડકાર હતો. પોલીસે આ કેસની તપાસ માટે મહિલા અધિકારી ડીસીપી વિધિ ચૌધરીની દેખરેખમાં મહિલા સબ ઇન્સપેક્ટરની અલગ-અલગ ટીમ બનાવી. પનાસગામ વિસ્તારના સ્વાસ્થ્ય કેન્દ્રમાં આવેલી ગર્ભવતી મહિલાઓના ડેટા શોધવામાં આવ્યા, પરંતુ પોલીસની ટીમ કશું જ મળ્યું નહી. 
 
આ દરમિયાન પોલીસને જાણવા મળ્યું કે આ વિસ્તારની એક કિશોરી ગર્ભવતી લાગતી હતી, પરંતુ હવે તે એવી લાગતી નથી. પોલીસે શંકાના આધારે કિશોરી સુધી પહોંચી અને જ્યારે કડક પૂછપરછ કરી તો તેને બધી જ હકિકત જણાવી દીધી. કિશોરીએ જે જાણકારી આપી તેને સાંભળી પોલીસ પણ સુન્ન રહી ગઇ. કિશોરીએ જણાવ્યું કે તેના સગા ભાઇ સાથે શારિરીક સંબંધ હતા, જેથી તે ગર્ભવતી થઇ ગઇ હતી. તેને બાળકીને જન્મ આપીને પોતાનું પાપ છુપાવવા માટે કચરા પેટીમાં બાળકીને ફેંકી દીધી હતી. 
 
કિશોરીના આ ખુલાસા બાદ પોલીસે તેના ભાઇ વિરૂદ્ધ પોક્સો એક્ટ સાથે રેપની કલમમાં કેદ દાખલ કરી કાનૂની કાર્યવાહી શરૂ કરી હતી. બાળકીને જન્મ આપનાર યુવતિ અને તેનો ભાઇ બંને કિશોર છે, તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં દાખલ નવજાત બાળકીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર