આ તારીખથી ગુજરાતમાં શરૂ થશે શિયાળી શરૂઆત, કડકડતી ઠંડી પડવાના અણસાર

શુક્રવાર, 8 નવેમ્બર 2019 (15:31 IST)
જમ્મૂ કાશ્મીરમાં હવામાનનો મિજાજ બદલાઇ ગયો છે. જાણિતા પર્યટન સ્થળ ગુલમર્ગમાં ચોતરફ બરફની ચાદર પથરાઇ ગઇ છે. જમ્મુ-કાશ્મીરમાં જોજિલા, બુધવારે સિઝનની પહેલી હિમવર્ષા થઈ હતી. હિમવર્ષાના લીધે જમ્મૂ અને શ્રીનગર વચ્ચે સંપર્ક પણ તૂટી ગયો છે. શ્રીનગરના ઘણા વિસ્તારોમાં ટેલીફોન સેવાઓ પણ ઠપ્પ થઇ ગઇ છે. આ ઉપરાંત પશ્ચિમ ભારતને ચપેટમાં લઇ મહા વાવાઝોડું આ સપ્તાહના અંત સુધીમાં દરિયામાં સંપૂર્ણપણે સમાધિ લઈ શકે છે. તો દક્ષિણ ભારતનું બુલબુલ વાવાઝોડું પણ ચાર-પાંચ દિવસમાં વર્તાશે. જોકે ત્યારે આગામી સમયમાં ચોતરફ સ્થિતિ સામાન્ય થશે 15મી તારીખ સુધીમાં મધ્યપ્રદેશ રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડી પ્રવેશ કરશે. ઠંડા પવનો આગામી સપ્તાહે ગુજરાત સહિત દેશભરના મોટાભાગના રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઇ જશે.
 
જમ્મુ-કાશ્મીર હવામાન વિભાગના નિર્દેશક સોનમ લોટસે જણાવ્યું કે ક્ષેત્રમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે. મહા વાવાઝોડાની પણ અસર થઈ છે. તેના લીધે જમ્મુ-કાશ્મીર અને લદાખમાં 3 દિવસ મધ્યમથી ભારે હિમવર્ષા અને વરસાદ પડી શકે છે. જ્યારે હિમવર્ષાને કારણે ઉત્તર ભારતનાં રાજ્યોમાં ઠંડી શરૂ થઈ ગઈ છે. ઠંડા પવન પણ જલદી શરૂ થઈ શકે છે.
 
હવામાન વિભાગના ડેપ્યુટી નિર્દેશક મુખ્યાત અહમદે જણાવ્યું હતું કે ''એક અડવાઇઝરી જાહેર કરી અમે વહીવટીતંત્રથી માહિતગાર કર્યા છે કે 6 નવેમ્બર થી 8 નવેમ્બર સુધી જમ્મૂ-કાશ્મીર અને લદ્દાખમાં ભારે હિમવર્ષા અને વરસાદની સંભાવના છે. જેથી ટ્રાફીક પર અસર પડી શકે છે. તેનાથી જમ્મૂ-કાશ્મીર, લદ્દાખ સહીત મુગલ રાજમાર્ગ બંધ થઇ શકે છે અને આ 7 નવેમ્બર મધરાતથી લાગૂ થશે અને 8 નવેમ્બર બપોર સુધી રહેશે. 
 
સમાચાર એજન્સી એએનઆઇના અનુસાર, હિમાચલ પ્રદેશના કુલ્લૂ જિલ્લાના ગુલાબા એરિયામાં ભારે હિમવર્ષાને લીધે આસામથી આવેલા 48 વિદ્યાર્થીઓ પસાયા છે. ગુરૂવારે 'ટીમ રેપ્ટર્સ'એ આ વિદ્યાર્થીને રેસ્ક્યૂ કરી સુરક્ષિત સ્થાન પર પહોંચાડ્યા છે. 
 
તમને જણાવી દઇએ કે હિમાચલ પ્રદેશના યુવાનો દ્વારા બનાવવામાં આવેલી 'ટીમ રેપ્ટર્સ' હિલી એરિયામાં ફસાયેલા લોકોની મદદ કરે છે. આ ટીમે અસમના આ 48 વિદ્યાર્થીઓને ગુલાબાથી રેસ્ક્યૂ કરીને સુરક્ષિત સ્થળ પર પહોંચ્યા હતા. જાણકારી અનુસાર કુલ્લૂના ગુલાબા એરિયામાં ખૂબ વધુ હિમવર્ષા થાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર