રાજકારણ એક એવી ચીજ છે જે ક્યારેય કોઈને સમજાતી નથી. ગુજરાતમાં ગામડાઓમાં વિકાસ કરવાના બણગા ફૂંકતી ભાજપ સરકાર અને એ પહેલાની કોંગ્રેસ સરકાર બંને સરકારોએ વિકાસના બ્યૂગલો વગાડ્યાં પણ આખરે ગામડાં સમૃદ્ધ ના થયાં. આજ રાજપિપળાના એક એવા ગામની વાત કરવી છે જેને 70 વર્ષે ગ્રામ પંચાયતનો દરજ્જો સાંપડ્યો છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે નાંદોદ તાલુકાના નાના કુંવરપરા ગામ લોકોને આઝાદી સમયથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર જ ન હતો.