જાણો અમદાવાદના નવા મેયર કિરીટ પરમાર વિશે - જેઓ કોઈના પતિ નથી તે બન્યા નગરપતિ

બુધવાર, 10 માર્ચ 2021 (12:54 IST)
આજે અમદાવાદને નવા મેયર મળ્યા છે. અમદાવાદના મેયર તરીકે કિરીટ પરમારની નિમણૂક થઈ છે.  અમદાવાદના મેયર કિરીટ પરમાર ઠક્કર બાપાનગર વોર્ડના કાઉન્સિલર છે. કિરીટ પરમારની વાત કરવામાં આવે તો તેઓ વર્ષથી સંઘ સાથે જોડાયેલા છે. તેઓ એક નાના કાર્યકરમાંથી મેયર પદ સુધી પહોંચ્યા છે. પહેલીવાર તેઓ પોટલિયા વોર્ડથી ચૂંટણી જીત્યા હતા. તેમની ઘર ચાલીમાં આવેલું છે. તેઓ છાપરાવાળા મકાનમાં રહે છે. મેયર પદ માટે નામની જાહેરાત થયા બાદ તેઓ ભાવુક થઈ ગયા હતા અને કહ્યુ હતુ કે આજે ચાલીમાં રહેનાર એક સામાન્ય કહેવાતા વ્યક્તિની પ્રથમ નાગરિક તરીકે પસંદગી કરવામાં આવી છે. તેમણે મીડિયા સામે ભારતીય જનતા પાર્ટીનો આભાર માન્યો હતો.
કાચા મકાનમાં રહે છે કિરીટ પરમાર:
 
કિરીટ પરમારે  બી.એડ સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ 92, વિરાભગતની ચાલી, ભીડભંજન હનુમાન પાછળ, બાપુનગર ખાતે રહે છે. તેઓ બે વખત કાઉન્સિલર રહી ચુક્યા છે, તેમજ પક્ષમાં નાનું મોટું કામ કરતા આવ્યા છે. તેઓ સતત ત્રણ ટર્મથી ચૂંટાતા આવ્યા છે. કિરીટ પરમાર 23 વર્ષથી ભાજપમાં સક્રિય છે. અને પોતાના વિસ્તારમાં સામાજિક કાર્યકર તરીકે સક્રિય રહેલા છે.સામાન્ય રીતે લોકોના મનમાં એવું હોય છે કે મેયર પદ માટે પસંદ થનાર વ્યક્તિ જાહોજલાલીમાં રહેતો હશે પરંતુ કિરીટભાઈના કેસમાં આ વાત ખોટું ઠરે છે. તેઓ છાપરાવાળા મકાનમાં રહે છે. તેમના મકાનમાં કોઈ વૈભવી સુવિધા નથી. તેઓ ખૂબ જ સાદુ જીવન જીવે છે. આ ઉપરાંત તેઓએ લગ્ન પણ નથી કર્યાં. એટલે કે જેઓ કોઈના પતિ નથી તેઓ હવે નગર'પતિ' બન્યા છે.
 
અમદાવાદના 41માં મેયર  લો પ્રોફાઈલ વ્યક્તિત્વ 
 
પાલડી ખાતેના કચ્છી ભવનમાં અમદાવાદ શહેર પ્રમુખ જગદીશ પંચાલ, આઈ.કે.જાડેજા, પ્રદેશ સંગઠનના નેતાઓ અને નવનિયુક્ત કાઉન્સિલરો જનપ્રતિનિધિની બેઠક યોજાઈ હતી..અને તેમાં અમદાવાદના 41માં મેયરના નામની જાહેરાત થઈ..કિરીટ પરમારના નામની જાહેરાત થતા તેઓએ પાર્ટી અને સૌ કોઈનો આભાર માન્યો.. કિરીટ પરમાર એકદમ લો પ્રોફાઈલ વ્યક્તિત્વ ધરાવે છે..તેઓ બાપુનગરમાં વિમલનાથ સોસાયટીની સામે વિરા ભગતની ચાલીમાં રહે છે..

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર