11 તારીખે કેશોદ ખાતે પ્રવીણ રામની આગેવાનીમાં યોજાશે કિશાન વેદના રેલી અને સમેલન

મંગળવાર, 5 નવેમ્બર 2019 (18:24 IST)
તાજેતરમાં કમોસમી વરસાદ પડતા ગુજરાતના મોટા ભાગના ખેડૂતો પાયમાલ બન્યા છે, તમામ પાક નિષ્ફળ  ગયો છે અને સાથે સાથે ઘાસચારો પણ કોહવાઈ ગયો છે ત્યારે જગતનો નાથ જગતના તાત પર રૂઠ્યો છે ત્યારે ખેડૂતો સરકાર અને વીમા કંપની પાસે આશા રાખીને બેઠા છે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ યોગ્ય જાહેરાત કરવામાં આવી નથી અને સરકાર દ્વારા નુકશાની ની ફરિયાદ નોધાવવા માટે 72 કલાક નો સમય આપવામાં આવ્યો હતો અને એક નંબર જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ આ નંબરમાં મોટા ભાગે ફોન જ લાગતો નથી અને લાગે તો પણ કોઈ સંતોષકારક જવાબ મળતો નથી ત્યારે ગઈ કાલે આંદોલનકારી પ્રવીણ રામ દ્વારા કેશોદ અને માંગરોળ તાલુકાના ગામોની મુલાકાત લીધી હતી અને ખેડૂતોની મુલાકાત બાદ સમગ્ર પરિસ્થિતિ નો તાગ મેળવ્યો હતો તેમજ આ મુલાકાતમાં કિશાન સંઘના ગોવિંદભાઈ સોચા પણ જોડાયા હતા તેમજ કેવદ્રા ખાતે ખેડૂત પુત્ર હિત રક્ષકના હોદેદારો સાથે પણ વાર્તાલાપ થયો હતો અને ત્યારબાદ ખેડૂતો ની લોકલાગણીને ધ્યાનમાં લઈ ખેડૂતોના હિત માટે આગામી પ્રોગ્રામો ની રણનીતિ નક્કી કરવામાં આવી હતી
         ખેડૂતો વિમાકંપની ને પાકવીમો માટે પ્રીમિયમ તો ભરે છે પરંતુ અત્યારે જ્યારે તમામ પાક નિષ્ફળ ગયો છે ત્યારે વીમા કંપનીએ ખેડૂતોને પૂરો પાક વિમો આપવો જોઈએ,ખેડૂતોને નુકશાની નું ત્વરિત યોગ્ય વળતર આપવું જોઈએ અને પશુઓ માટે તાત્કાલિક ઘાસચારો પૂરો પાડવો જોઈએ આ તમામ માંગણીઓને લઈને  આંદોલનકારી પ્રવીણ રામની આગેવાનીમાં 11 તારીખ અને સોમવારના રોજ સવારે 11 વાગે કેશોદ તાલુકા પંચાયત થી મામલતદાર કચેરી સુધી બળદગાડા, ટ્રેકટર, બાઈક અને કાર સાથે ખેડૂતો એમની પરંપરાગત વેશભૂષામાં કિશાન વેદના રેલી અને સમેલન નું આયોજન કરશે અને ત્યારબાદ ગુજરાતના તમામ ખેડૂતોની માંગણીઓને લઈને મુખ્યમંત્રીને મામલતદાર મારફત આવેદનપત્ર પણ મોકલવામાં આવશે તેમજ આ રેલી અને સમેલનમાં કેશોદ, માંગરોળ તાલુકાના અને સૌરાષ્ટ્રના ખેડૂતો વિશાળ સંખ્યામાં જોડાશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર