રાજ્યના સૌથી મોટા બસપોર્ટમાં કિઓસ્ક મશીન મુકાયું, આ રીતે ટીકિટ બુક કરો

સોમવાર, 25 ડિસેમ્બર 2023 (15:18 IST)
રાજ્યના સૌથી મોટા શહેર એવા અમદાવાદના ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર ખૂબ જ ભીડ હોય છે. વિવિધ રાજ્યો અને શહેરોના લોકો પણ ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પરથી પોતાના શહેરમાં જતા હોય છે. ત્યારે એસટી નિગમ દ્વારા મુસાફરો ટિકિટનું બુકિંગ સરળતાથી કરી શકે તેના માટે ગીતામંદિર બસ સ્ટેન્ડ પર કિઓસ્ક મશીન મૂકવામાં આવ્યું છે. મુસાફરો જાતે પોતાના બસની ઝડપી એડવાન્સ બુકિંગ અને ટિકિટ કેન્સલેશન કરાવી શકશે.

ગીતામંદિર એસટી બસ સ્ટેન્ડ પર મૂકવામાં આવેલા કિઓસ્ક મશીનમાં સૌપ્રથમવાર ગુજરાતી અથવા અંગ્રેજી બંને ભાષાના વિકલ્પ આવશે. બાદમાં ભાષા સિલેક્ટ કરી મુસાફરે કયા સ્થળેથી કયા જવાનું છે, પોતાની વિગત અને મોબાઈલ નંબર એડ કરવાના રહે છે. ત્યારપછી ટિકિટનું પેમેન્ટ પણ ઓનલાઈન કરવાનું રહેશે. આખી પ્રકિયા પૂર્ણ થયા બાદ રજિસ્ટર મોબાઈલ નંબર પર મેસેજ સાથે લિંક આવશે. આ લિંક ઓપન કર્યા બાદ પીડીએફમાં ટિકિટની તમામ વિગત આવી જશે. જો ટિકિટ રદ કરવાની હશે તો પણ કેન્સેલેશન ઓપ્શન આપવામાં આવ્યું છે. આજના ઝડપી ટેક્નોલોજીના યુગમાં લોકો પોતાની બસના ટિકિટનું એડવાન્સ બુકિંગ કરી શકે એના માટે આ કિઓસ્ક મશીન મૂકવામાં આવ્યું છે. જોકે, આ કિયોસ્ક મશીનનો ઉપયોગ ખૂબ જ ઓછા લોકો કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ઓનલાઈન રિઝર્વેશન માટે ત્રણ જેટલી ટિકિટ વિન્ડો ખુલ્લી રાખવામાં આવે છે. ત્રણેય ટિકિટ વિન્ડો ઉપર મુસાફરો પોતાના બસના ટિકિટ રિઝર્વેશન માટે લાઈનમાં ઊભા રહેલા જોવા મળ્યા હતા.એડવાન્સ ટિકિટ બુકિંગ અને ટિકિટ રદ કરવા માટે કિઓસ્ક મશીન માત્ર ભણેલા ગણેલા લોકો જ તેનો ઉપયોગ કરી શકે છે, પરંતુ ગીતામંદિર બસ સ્ટેન્ડ ઉપર જે લોકો આવે છે તેઓ ભણેલા ગણેલા હોતા નથી. તેવા લોકો વધુ આવે છે અને ટિકિટ બુકિંગ કરાવતા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર