Kinjal Dave- ચાર ચાર બંગડીવાળી' ગીત પર પ્રતિબંધ

સોમવાર, 3 ઑક્ટોબર 2022 (15:38 IST)
ગુજરાતી સિંગર કિંજલ દવે હવે તેનું પ્રખ્યાત ગીત "ચાર ચાર બંગડીવાલી ગાડી લઈ દઉ..." ગીત નહી ગાઈ શકે. હાઈકોર્ટે તેમના પર પ્રતિબંધ મૂક્યો છે. તમને જણાવી દઈએ કે અમદાવાદની કોમર્શિયલ કોર્ટે કોપીરાઈટ મુદ્દે આ ગીત ગાવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
 
કોપીરાઈટના કારણે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, તમને જણાવી દઈએ કે 'ચાર ચાર બગડી વાલી ગાડી..' ગીતને યુટ્યુબ પર 170 મિલિયન લાઈક્સ મળી હતી. આ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં રહેતા કાઠિયાવાડી કિંગે દાવો કર્યો હતો કે તેણે 2013માં મેલબોર્ન શહેરમાં કિંજલ પહેલા આ ગીત ગાયું હતું. કિંજલે તેના અધિકારોનું ઉલ્લંઘન કર્યું છે. જે બાદ અમદાવાદની કોર્ટે કહ્યું હતું કે કિંજલ હવે જાહેરમાં ગીત ગાશે નહીં. 
(Edited By- Monica Sahu) 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર