જામનગરમાં લોકડાયરામાં એટલા રૂપિયા ઉડ્યા કે ગણવાવાળા થાકી ગયા! હાર્દિક પટેલ સહિતના નેતાઓ હતાં

શુક્રવાર, 6 મે 2022 (16:05 IST)
જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના યજમાન પદે હાલ ભાગવત સપ્તાહ ચાલી રહી છે. શહેરીજનોની સાથે રાજકીય આગેવાનો પણ કથાનું રસપાન કરવા પહોંચી રહ્યા છે. કથા સ્થળ પર ગુરુવારે રાત્રે યોજાયેલા લોકડાયરામાં હાર્દિક પટેલે હાજરી આપી હતી.


NCPના કાંધલ જાડેજા, પૂર્વ મંત્રી જયેશ રાદડિયા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા સાથે હાર્દિક પટેલે પણ રૂપિયાનો વરસાદ કર્યો હતો. કીર્તિદાન ગઢવી અને કિંજલ દવેના ડાયરામાં એટલા રૂપિયા ઉડ્યા હતા કે ગણવા વાળી થાકી ગયા.જામનગરમાં ચાલી રહેલી ભાગવત સપ્તાહમાં ગુરુવારે રાત્રે યોજાયેલા લોકડાયરામાં એક જ મંચ પર ભાજપ, કૉંગ્રેસ અને NCPના નેતાઓ જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, ધારાસભ્ય જયેશ રાદડિયા, પોરબંદરના સાંસદ રમેશભાઈ ધડુક, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, એનસીપીના કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા, પ્રદેશ ભાજપના ઉપપ્રમુખ ભરત બોઘરા એક જ મંચ પર જોવા મળ્યા હતા. ત્રણેય પક્ષના નેતાઓ એકબીજા પર રૂપિયા ઉડાવતા જોવા મળ્યા હતા.કીર્તિદાન ગઢવી, કિંજલ દવે અને નિશા બારોટના લોકડાયરામાં યજમાન પરિવાર અને કાર્યક્રમ માણવા આવેલા મહેમાનોએ રૂપિયાનો વરસાદ કર્યો હતો. કલાકારોની સાથે સાથે નેતાઓ પર પણ 10 રૂપિયાથી લઈ 500 રૂપિયા સુધીની ચલણી નોટનો રૂપિયાનો વરસાદ કરાયો હતો. કાર્યક્રમમાં એટલા રૂપિયા ઉડ્યા હતા કે જમીન પર ચલણી નોટનો ઢગલો થયો હતો. કાર્યક્રમ બાદ રૂપિયા ગણવાવાળા થાકી ગયા હતા.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર