જિગ્નેશ મેવાણીને મોટો ઝટકો: જામીન અરજી રદ, 5 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રહેશે

મંગળવાર, 26 એપ્રિલ 2022 (18:31 IST)
ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને 5 દિવસ પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. મંગળવારે જિગ્નેશ મેવાણીને આસામ પોલીસે મહિલા પોલીસ કર્મી દ્વારા એસ્કોર્ટ કરવા દરમિયાન છેડછાડ અને અભદ્ર ભાષાનો પ્રયાગ મામલે રજૂ કરવામાં આવ્યા હતા. બારપેટા સીજેએમ કોર્ટે તેમની જામીન અરજી રદ કરી દીધી હતી. સાથે જ કોર્ટે મેવાણીને 5 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો હતો.
 
ગુજરાતના બડગામના ધારાસભ્ય મેવાણીને કોકરાઝાર જિલ્લાની કોર્ટમાંથી જામીન મળ્યા હતા. પરંતુ થોડા સમય બાદ બારપેટા જિલ્લાની પોલીસે અન્ય એક કેસમાં તેની ધરપકડ કરી હતી. રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કન્વીનર જિજ્ઞેશ મેવાણીએ ગયા વર્ષે કોંગ્રેસને સમર્થનની ઓફર કરી હતી. ભાજપ નેતા અરૂપ કુમાર ડેની ફરિયાદ પર ગયા અઠવાડિયે બુધવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર