Kupwara Terror Attack: જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં મોટો આતંકી હુમલો, એનકાઉંટરમાં 1 જવાન શહીદ 4 ઘાયલ

શનિવાર, 27 જુલાઈ 2024 (17:01 IST)
ન્યુઝ એજંસી ANI મુજબ સેના અને આતંકવાદીઓ વચ્ચે આ એનકાઉંટર માછિલ સેક્ટરની પાસે થયુ છે. હુમલામાં ઘાયલ જવાનોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. આ આતંકી હુમલામાં એક ભારતીય જવાન શહીદ થયા છે.  બીજી બાજુ અત્યાર સુધી જવાનોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે. 
 
સંતાઈને કર્યો જવાનો પર અટેક 
મળતી માહિતી મુજબ સેનાના જવાનોને કમકારી વિસ્તારમાં પાકિસ્તાની આતંકવાદીઓના છિપાયા હોવાની ગુપ્ત માહિતી મળી હતી. અને તેથી તે સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ હતુ. ત્યારે આતંકીઓએ ફાયરિંગ કર્યુ.  તેમા કેટલાક જવાન ઘાયલ થઈ ગયા. બીજી બાજુ આશંકા એ પણ છે કે હુમલા પછી આતંકી જંગલમાં ભાગી ગયા છે. વધુ જવાનોને જંગલમાં મોકલવામાં આવ્યા જે આતંકવાદીઓની શોધ કરી રહ્યા છે. 
 
ઉલ્લેખનીય છે કે ગયા બુધવારે જ જમ્મુ-કાશ્મીરના કુપવાડા કેકોવુત વિસ્તારમાં એક આતંકી હુમલામાં નોન કમીશન ઓફિસર દિલાવર સિંહ ઘાયલ થઈ ગયા હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનુ મોત થઈ ગયુ હતુ. ત્યારબાદ એનકાઉંટરમાં સેનાને એક આતંકીને પણ ઠાર કર્યો હતો.  બીજી બાજુ મંગળવારે પુંછમાં થયેલા આતંકવાદી સાથે એનકાઉંટરમા લાંસ નાયક સુભાષ કુમાર શહીદ થઈ ગયા હતા.  
 
સૂત્રોના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીરના પહાડી વિસ્તારમાં ઉપરી વિસ્તારમાં 40-50 પાકિસ્તાની આતંકવાદીઓ છિપાયા હોવાની આશંકા છે. જેને કારણે સેનાના જવાનોએ તેમના વિરુદ્ધ સર્ચ ઓપરેશન ચલાવ્યુ છે અને તેમને શોધી શોધીને તેમનો સફાયો કરી રહ્યા છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર