દિવાળીમાં લાગશે ઠંડી - હવામાન વિભાગની આગાહી

સોમવાર, 6 નવેમ્બર 2023 (17:17 IST)
રાજ્યમાં હવામાન વિભાગે ઠંડી લઈને આગાહી કરી છે. જેમાં તાપમાનનો પારો 1થી 2 ડિગ્રી ઘટવાની આગાહી છે. રાજ્યમાં રાત્રે 20 ડિગ્રી તાપમાન તેમજ દિવસે 36 ડિગ્રી તાપમાન રહ્યું છે. ગઇકાલે રાતે સૌથી ઓછુ વડોદરામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.અમદાવાદમાં રાતે 20 ડિગ્રી તાપમાન રહ્યું છે. તથા ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો વધશે. ભેજના કારણે વાદળો અને ધૂમમ્સ રહેશે. ઉત્તર પૂર્વીય પવનના કારણે હાલ વાતાવરણ ઠંડુ છે. 
 
ભારતીય હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે. આ આગાહી અનુસાર ભારતના દક્ષિણી રાજ્યોમાં અને તેમાં પણ ખાસ કરીને કેરળમાં વરસાદ વરસવાની ઘણી જ સંભાવનાઓ છે.હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદની શકયતા નહિવત છે તથા વાતાવરણ સૂકું રહેશે. તેમજ તાપમાન યથાવત રહેશે. હાલમાં રાત્રે 20 ડિગ્રી, જ્યારે કે દિવસે 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના ડાયરેક્ટર ડો.મનોરમા મોહંતીએ જણાવ્યું કે, હાલ નવેમ્બરમાં તો એટલી ઠંડી નહિ અનુભવાય, પરંતું ડિસેમ્બરમાં ઠંડી વધશે. હાલ વાતાવરણમાં કોઈ સિસ્ટમ સક્રિય નથી, તેથી ઉત્તર પૂર્વીય પવનના કારણે ઠંડીનું વાતાવરણ રહેશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર