રાજકોટમાં મંગળવારે સવારે 6.00 કલાકે આર.કે. ગ્રૂપ, ટ્રીનટ્રી ગ્રૂપના પ્રફુલભાઈ ગંગદેવ સહિત કુલ ચાલીસથી વધુ સ્થળોએ સર્ચ અને સરવે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સવારે 6.00 કલાકે શરૂ થયેલી આ તપાસ હજુ બીજા બે દિવસ ચાલશે. મંગળવારે મોડી રાત સુધીની તપાસમાં એવું બહાર આવ્યું છે કે, આર.કે. ગ્રૂપ સાથે જે કોઈ મિલકતની ખરીદી- વેચાણ કરતા હતા તેમાં કેશ ઓન ટ્રાન્ઝેક્શન થતા હતા એટલે કે દસ્તાવેજ ઉપરની રકમ કેશમાં જ ચૂકવાતી હતી.આર.કે. ગ્રૂપના રેસિડેન્ટ, કોમર્શિયલ, ઔદ્યોગિક પ્રોજેક્ટમાં રાજકોટના મોટા ગજાના ઉદ્યોગપતિ, ડોક્ટર અને સોની વેપારીઓએ રોકાણ કર્યું છે.
છેલ્લા એક વર્ષથી આર.કે. ગ્રૂપના તમામ વ્યવહારો પર આવકવેરાની નજર હતી. આર.કે. ગ્રૂપની ફાઇનાન્સ પેઢીના કાચી ચિઠ્ઠીના કરોડો રૂપિયાના વ્યવહારો પકડાયા છે. આર.કે. ગ્રૂપ કેશ પર થતા ટ્રાન્ઝેક્શનનો ટેક્સ નહિ ભરીને ટેક્સચોરી કરતા હતા. ટેક્સચોરી છુપાવવા અને પોતાન મોબાઈલમાં રહેલા વ્યવહારો બહાર ન આવે તે માટે બિલ્ડર્સ, ફાઇનાન્સર્સે પોતાના મોબાઈલ બદલી નાખ્યા હતા, મેસેજ ડિલીટ કરી નાખ્યા હતા, પરંતુ ઈન્કમટેક્સની ટીમે આ બધા મોબાઈલ અને વ્યવહારોનો ડેટા શોધી કાઢ્યો હતો. અને ભાગીદારોને વોટ્સએપમાં મેસેજ કરીને તેની પાસે વ્યવહારો મગાવતા સમગ્ર છુપાયેલા વ્યવહારો સામે આવ્યા હતા.બિલ્ડર લોબીમાં ચર્ચાતી વિગત મુજબ જેને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે તે પૈકી એક પેઢી મારફત રાજકોટના 20 બિલ્ડરની રોકડની લેતી-દેતી ટોકન સિસ્ટમથી દૈનિક ચાલે છે. એક ઓફિસમાં રોજની રૂ.20 કરોડથી વધુ રકમ પડેલી હોય છે અને ત્યાં જે કોઇ વ્યક્તિ કાચી ચિઠ્ઠીમાં જે રકમ લખીને આવે તે રકમ તેને રોકડમાં ચૂકવી દેવાઈ છે. દરોડા પડતા જેમને આ પેઢી સાથે રોકડમાં વ્યવહારો કર્યા છે તેને પોતાના વ્યવહારો સગેવગે કરી નાખ્યા હતા. હાલ આ વ્યવહારોની ચકાસણી ઈન્કમટેક્સે કરી છે. આયકરની તપાસમાં આગામી દિવસોમાં વધુ બિનહિસાબી વ્યવહાર મળવાની સંભાવના છે.
અફઘાનિસ્તાનના કંધારના સુરદામ ડ્રાયફ્રૂટ માર્કેટના પ્રમુખ ગ્રહાનકાકર ખાને દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું કે, અફઘાનિસ્તાન પર તાલિબાનોનું શાસન આવતાં સમગ્ર અર્થવ્યવસ્થા થંભી ગઇ છે. હાલમાં તમામ રસ્તાઓ અને એરપોર્ટ બંધ હોવાથી માલનું આવાગમન બંધ હોવાથી ભારતમાં સૂકામેવાના ભાવમાં 10થી 15 ટકાનો વધારો થયો છે. રૂ.600માં મળતા જરદાળુનો ભાવ 800, પિસ્તા 1500ની જગ્યાએ 2000, બદામના 900ના બદલે 1200થી 1300, અંજીર 1700, અખરોટ પ્રતિ કિલોએ રૂ.350 મળતી હતી તેનો ભાવ 650એ પહોંચી ગયો છે. અમદાવાદના વેપારીઓનું કહેવું છે કે, ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે વર્ષે અંદાજે દોઢ અબજ ડોલરનો વેપાર થઇ રહ્યો છે. ભારત અફઘાનિસ્તાનથી હિંગ, અંજીર, જરદાલુ, બદામ, પિસ્તા અને દ્રાક્ષની આયાત કરે છે. દર વર્ષે ભારત અફઘાનિસ્તાનથી એવરેજ 100 કરોડ ડોલરની ચીજવસ્તુની આયાત કરે છે. હિરેનભાઇએ જણાવ્યું કે, હાલમાં બેન્કો બંધ હોવાથી ભારતના વેપારીઓ બાકીનું પેમેન્ટ કરી શકતા નથી અને ત્યાંથી માલ આવતો નથી. જે વેપારીઓએ ફુલ પેમેન્ટ કરી દીધા હતા તેમના સૂકામેવા લઇ અફઘાનિસ્તાનમાંથી 17 ટ્રકો ભારત આવવા રવાના થઇ ગઇ છે.વેપારી સંગઠનો અર્થતંત્રને દોડતું રાખવા બેંકો ચાલુ કરવા માટે તંત્ર સાથે ચર્ચાઓ કરી છે. અફઘાનિસ્તાનના વેપારીઓએ એડવાન્સ પેમેન્ટ આપનાર ભારતના વેપારીઓ બાકીના પેમેન્ટ મોકલશે ત્યારે તેમનો માલ રવાના કરી દેવાશે. આ વર્ષે સૂકામેવાના પાકમાં દર વર્ષ કરતા 20 ટકા જેટલો વધારો થયો છે. જેના કારણે ભાવમાં પણ10થી 15 ટકાનો ઘટાડો થયો છે. દિવાળીની ખરીદી માટે ભારતના વેપારીઓએ સંપર્ક કર્યો છે. રોડ બંધ હોવાથી માલ મોકલી શકતા નથી.