રાજકોટ અગ્નિકાંડ મુદ્દે IPS અને IASની પૂછપરછ થશે, જવાબદાર તમામ અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે

બુધવાર, 29 મે 2024 (13:38 IST)
IPS and IAS will be questioned on Rajkot fire incident
 TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે આજે ગાંધીનગર ખાતે SITના સભ્યો સાથે ગૃહરાજ્યમંત્રીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં SITના વડા સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે, આ ઘટનામાં લોકોના જીવ ગયા છે આમાં જે કોઇ જવાબદાર હોય તેને શોધી તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગૃહમંત્રીએ સૂચના આપી છે. એમણે ચિંતા વ્યક્ત કરી છે કે, ભવિષ્યમાં કોઇપણ પ્રકારનો આવો બનાવ ન બને તેવી સિસ્ટમ બનવી જોઇએ. આમાં જે કોઇ અધિકારી કે પદાધિકારી હશે, તેમની પૂછપરછ કરવામાં આવશે.પૂછપરછ બાદ યોગ્ય રીતે આંકલન કરીને સરકારને રિપોર્ટ આપવામાં આવશે.આમાં તપાસ ઘણો સમય માંગી લે તેમ છે. મૃતકોની આત્માને શાંતિ મળે તે પ્રકારની ન્યાયિક કામગીરી કરવામાં આવશે. 
 
જવાબદાર તમામ અધિકારીઓ સામે કાર્યવાહી કરાશે
SITના વડા સુભાષ ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, પહેલીવાર સ્થળની મુલાકાત લીધી ત્યારે અમારામાં પણ તમારી જેમ જ આક્રોશ અને વેદના છે.બધા આઇએસ અને આઇપીએલ અધિકારીને બોલાવીને પૂછપરછ માટેની સૂચના ગૃહમંત્રીએ આપી છે. કોઇપણ હોય તે તમામની પૂછપરછ કરવામાં આવશે. એક-બે દિવસમાં જ તમામ અધિકારીઓને બોલાવવામાં આવશે અને ઇન્ટ્રોગેશન કરવામાં આવશે. કાટમાળ તોડીને નાશ કરવાનો આશ્રય બિલકુલ નહોતો. અંદર કોઇ છે કે કેમ, ગુમ લોકોના કોઇ અવશેષો છે કે કેમ, તેના આધારે આપણે ડીએનએ લઇ શકીએ તેના માટે થયેલ છે. તુરંત જ જવાબદારો સામે કાર્યવાહી કરવાની હતી એટલે પ્રાથમિક રીતે જે સામે આવ્યું હતું એની રજૂઆત કરી છે. જે પણ વિભાગના અધિકારી જવાબદાર છે એની સામે કાર્યવાહી કરવા સૂચના આપી છે. 
 
ચાલુ મીટિંગમાંથી RMCના TPOની અટકાયત
SITના વડા સુભાષ ત્રિવેદીએ ઉમેર્યું હતું કે, જે લેવલના અધિકારી કે પદાધિકારીની પુછપરછ કરીને આંકલન બાદ સરકારને રિપોર્ટ કરાશે. સરકારના ઘણા વિભાગ સંકળાયેલા હોવાથી તપાસમાં સમય માંગી લે એમ છે.ડીજીપી જાતે જ સુપરવિઝન કરે છે.અમારી અંદર પણ આક્રોશ અને વેદના છે. 24 કલાકમાં ફાઈલ મૂકાઈ છે એના આધારે નિર્ણય કરાયો છે.બધા જ આઈએએસ અને આઈપીએસ સહિત તમામ અધિકારીની પુછપરછ કરવામાં આવશે.ગુમ લોકોને શોધવા કે મૃતકના અવશેષ શોધવા માટે ડિમોલેશન કાર્યવાહી હાથ ધરાઈ છે. 30 લિટરથી વધારે જથ્થો હોય તો મંજૂરી લેવાની હોય છે એટલે આ કિસ્સામાં રિપોર્ટ તૈયાર કર્યો છે. બીજી તરફ ક્રાઈમ બ્રાન્ચ ખાતે એમડી સાગઠીયાને પૂછપરછ માટે લાવવામાં આવ્યા છે. અગ્નિકાંડ સામે આવ્યા બાદ ટાઉન પ્લાનિંગ ઓફિસરના પદ પરથી એમડી સાગઠીયાને દૂર કરવામાં આવ્યા છે. એમડી સાગઠીયાનો ચાર્જ રૂડાના અધિકારીને આપવામાં આવ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર