વાવ પંથકમાં વરસાદના લીધે ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઇ ગયા હોવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો હોવાથી વાયરલ ફિવર અને તાવ, શરદી, ખાંસી, પેટના રોગોમાં વધારો થતાં વાવ રેફરલમાં રોજની 300 જેટલી ઓપીડી નોંધાઇ રહી છે. જ્યારે છેલ્લા 6 દિવસમાં 1500 થી વધુ ઓપીડી નોંધાઇ છે.
જુની ઓપીડી તો અલગ જેને લઈ રેફરલમાં બેડ ઓછા પડતા દર્દીઓ બાટલા હાથમાં લઈ બેડ ખાલી થવાની રાહ જોઈ બેસવાની નોબત આવી છે. જ્યારે અમુક બેડમાં તો બબ્બે દર્દીઓ સારવાર લેતા જોવા મળ્યા હતા. વાવ તાલુકાની રેફરલ હોસ્પિટલ 30 બેડની છે. દર વર્ષે ચોમાસામાં રોગચાળો વધુ હોય છે. જેને લઈ તાલુકાની હોસ્પિટલ હોઈ વધુ બેડની સુવિધા કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.