અમદાવાદ પશ્ચિમ, જૂનાગઢ,પોરબંદર,જામનગર,વડોદરા, ખેડા, વલસાડ,મહેસાણા,ગાંધીનગર બેઠક પર ભાજપની જીત નિશ્ચિત માનવામાં આવી રહી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના મતદાનની ગણતરીના શરૂઆતના વલણોમાં કાંટાની ટક્કર જોવા મળી હતી.પરંતુ ધીમે ધીમે ભાજપ ત્રીજી વખત ક્લિન સ્વિપ કરવા જતો હોય તેવું દેખાઈ રહ્યું છે. સુરતમાં ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ જીતી ગયાં છે. ત્યારે અમિત શાહ, સીઆર પાટીલ પાંચ લાખથી વધુની લીડ સાથે જીતી રહ્યાં છે.
સુરેન્દ્રનગર સીટ પરથી ભાજપના ચંદુ સિંહોરાની જીત નિશ્ચિત થઈ ગઈ છે. ચંદુસિંહોરા કોંગ્રેસના ઋત્વિક મકવાણાથી 2.07 લાખ મતથી આગળ છે. જ્યારે 1.98 લાખ મતની ગણતરી બાકી છે.અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપના દિનેશ મકવાણાની જીત થઈ ગઈ છે. દિનેશ મકવાણાને 606545 મત મળ્યા છે અને કોંગ્રેસના ઉમેદવાર ભારત મકવાણાને 321972 મત મળ્યા છે. આમ ભાજપના દિનેશ મકવાણાની 284573 વોટથી જીત થઈ છે.મહેસાણા સીટ પરથી ભાજપના હરિભાઈ પટેલ કોંગ્રેસના રામજી ઠાકોર કરતા 2.83 મતથી આગળ છે. જ્યારે 1.36 લાખ મતની જ ગણતરી બાકી છે. આમ મહેસાણા સીટ પરથી ભાજપની જીત નિશ્ચિત થઈ ગઈ છે.વલસાડ સીટ પરથી ભાજપના ધવલ પટેલ કોંગ્રેસના અનંત પટેલથી 2.10 લાખ મતથી આગળ છે. હવે 10 હજાર મતની જ ગણતરી બાકી છે. આમ વલસાડ સીટ પર ભાજપની જીત નિશ્ચિત છે.