'પ્રાણવાયુ' સ્પેશિયલ રિપોર્ટ: ઓક્સિજનની માંગમાં 13 ગણો વધારો, 3 શિફ્ટમાં કામ ચાલતું હોવાછતાં પહોંચી વળાતું નથી

મંગળવાર, 27 એપ્રિલ 2021 (10:43 IST)
દેશમાં ઓક્સિજન સંકટ વધુ વિકટ બનતું જાય છે. દિલ્હી, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિત દેશ સહિત દેશના મોટાભાગમાં હોસ્પિટલ્સમાં ઓક્સિજનું સંકટ છે. હોમ કોરોન્ટાઇન લોકોને પણ ઓક્સિજન સિલિન્ડર ઉપલભ્ધ થઇ રહ્યા છે. ગુજરાતમાં લોકો 40 હજારના મશીન માટે એક લાખ રૂપિયા ચૂકવવા માટે તૈયાર છે . તેમછતાં ઓક્સિજન મશીન મળી રહ્યા છે. 
કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનની તીવ્ર અછતનો સામનો કરી રહેલા ગુજરાતમાં 29 જિલ્લાની સરકારી હોસ્પિટલોમાં પીએસએ ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા માટે પીએમ કેર્સ ફંડ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. અગાઉ રાજ્યમાં 11 પ્લાન્ટ માટે મંજૂરી અપાઈ હતી. હવે 29 જિલ્લાની સરકારી હોસ્પિટલોની પસંદગી કરાઈ છે, જેથી જિલ્લાકક્ષાએથી જ દર્દીઓ માટે ઓક્સિજનનો પુરવઠો પૂરો પાડી શકાશે. 29 જિલ્લા પૈકી ગાંધીનગરમાં કોલવડા આયુર્વેદિક હોસ્પિટલ ખાતે પ્લાન્ટ કાર્યરત કરી દેવાયો છે. 
 
કેન્દ્ર સરકારે પણ ગુજરાતનએ 1000 ટન ઓક્સિજન ઉપલબ્ધ કરાવવાનું આશ્વસન આપ્યું છે. હોસ્પિટલોને ઓક્સિજન પ્રાપ્ત કરવા માટે ખાનગી વાહનોને ભાડે લઇને ઓક્સિજન પ્લાન્ટ પર મોકલવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતના વિભિન્ન શહેરોમાં અચાનક મેડિકલ ઓક્સિજનની અછતના અનુભવતા દર્દીઓ તથા હોસ્પિટલના સંચા
લકો સહિત સરકાર પણ નવી વ્યવસ્થા કરવામાં લાગી ગઇ છે. 
 
કોરોના સંક્રમણમાં ગત 1 મહિનામાં રાજ્યોમાં ઓક્સિજનના ઉપયોગમાં 13 ગણો વધારો થઇ ગયો છે. ગત એક મહિના પહેલાં જ્યાં એક મહિનામાં 75 ટન ઓક્સિનનો ઉપયોગ થયો હતો, ત્યાં હવે વધીને 1000 ટન થઇ ગયો છે. 
 
અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ઓસિજનની અછત અનુભવા લાગી છે. તો બીજી તરફ હોસ્પિટલોને જલદી જ ઓક્સિજનની જરૂર છે. સરકારના વહિવટી તંત્ર તરફથી તાત્કાલિક કડક આદેશ જાહેર કરવામાં આવ્યા છે. હોસ્પિટલોને ઓક્સિજન પ્રાપ્ત કરવા માટે ખાનગી વાહનોને ભાડે લઇને ઓક્સિજન પ્લાન્ટ પર મોકલવાનું શરૂ કરી દીધું છે. 
રાજ્યમાં કેન્દ્ર સરકાર પણ ઓક્સિજનની અછતને દુર કરવા માટે અનેક પ્રયત્નો કરી રહી છે. આગામી સમયમાં રાજ્યના દર્દીઓને ઓક્સિજનની અછત ન સર્જાય, તે માટે કેન્દ્ર સરકારે ગુજરાતને ઇમરજન્સીમાં 1000 ટન ઓક્સિજન ઉપલબ્ધ કરાવવાનું આશ્વાસન આપ્યું છે. 
 
મેડિકલ ક્ષેત્રના વિશેષજ્ઞોના અનુસાર કોરોના સંક્રમિત દર્દીઓમાં ઓક્સિજનની જરૂરિયાત દિવસે ને દિવસે વધવા લાગી છે. દરરોજ નવા કેસની સંખ્યા રેકોર્ડૅ બ્રેક નોંધાવવા લાગી છે અને તેનાથી ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. નવા કેસ નોંધાતા લગભગ 70% દર્દીઓને ઓક્સિજન બેડની જરૂર છે. મોટાભાગની હોસ્પિટલોમાં કોરોના બેડ ખાલી નથી અને જો ખાલી થઇ ગયા છે તો હોસ્પિટલ ઓક્સિજન ઉપલબ્ધ કરાવી શકે તે સ્થિતિમાં નથી. 
 
કઠવાડાના ઓક્સિજન રિફિલિંગ પ્લાન્ટમાં રોજ 700 સિલિન્ડરમાં ઓક્સિજન ભરવામાં આવતો હતો, પરંતુ હાલની સ્થિતિને જોતાં માંગમાં વધારો થયો છે. જેના લીધે ત્રણ શિફ્ટમાં રોજ 2 હજાર સિલિન્ડરમાં ઓક્સિજનનું રિફિલિંગ થાય છે. ઓક્સિજન પ્લાન્ટની બહાર દરરોજ અંદાજે 300થી વધુ લોકો અને 70થી વધુ હોસ્પિટલોના કર્મચારીઓ લાઇનમાં ઊભા રહે છે. 
 
પરંતુ તાત્કાલિક સ્ટોક પૂરો થતાં ‘સ્ટોક ઉપલબ્ધ નથી’ એવા બોર્ડ મારવા પડે છે. વટવાના પ્લાન્ટમાં પણ રોજનાં 250 સિલિન્ડરની જગ્યાએ હાલ 2 શિફ્ટમાં હજાર સિલિન્ડર રિફિલ કરવામાં આવે છે. 
 
રાજકોટની હોસ્પિટલમાં બેડની અછત સર્જાતા ગંભીર દર્દીઓને પણ ઘરે રાખવા મજબૂર બન્યા છે. સતત ઓક્સિજન પર રાખીને રિકવરી થાય તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ સ્થિતિમાં પણ ઓક્સિજન નહી મળતાં દર્દીઓને જ નહી, પરંતુ તેમના પરિજનોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજકોટમાં ઓક્સિજન સિલિન્ડર રિફલિંગ કરાવવા માટે પાંચ એજન્સીઓ કાર્યરત અને તે શહેરથી લગભગ 15 કિલોમીટર દૂર સાપ્ર વેરાવળ અને મેટોડા જીઆઇડીસીમાં છે. તેમછતાં રિફલિંગ થતું નથી, પરંતુ તેમછતાં પણ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. સવારથી જ લાઇનમાં ઉભા રહેવા છતાં 12 કલાક બાદ પણ નંબર આવતો નથી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર