અમદાવાદમાં પાડોશી યુવક વિધવાના ઘરમાં ઘૂસ્યો, ગુપ્તભાગે સ્પર્શ કરતાં જ મહિલાએ બૂમાબૂમ કરતાં યુવક ફરાર

બુધવાર, 22 જૂન 2022 (14:18 IST)
અમદાવાદમાં મહિલાઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયાં છે. હવે ઘરમાં પણ મહિલા સુરક્ષિત નથી તેવી ઘટનાઓ પણ પ્રકાશમાં આવી રહી છે. શહેરમાં પૂર્વ વિસ્તારમાં રહેતી વિધવા મહિલાની સામે પાડોશમાં રહેતો એક યુવક અશ્લિલ ઈશારા કરતો હતો. આ યુવકે ઘરમાં ઘુસીને મહિલા સાથે બળજબરી કરીને તેના ગુપ્તભાગ પર સ્પર્શ કરવા લાગ્યો હતો. તેની આ હરકતને કારણે ગભરાયેલી મહિલાએ બુમાબુમ કરતાં આસપાસના લોકો ભેગા થઈ ગયાં હતાં. આ ઘટના બાદ મહિલાની તબિયત લથડતાં તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવી પડી હતી.

બીજી તરફ પોલીસે પણ આરોપી સામે ગુનો નોંધવા પ્રયાસ શરૂ કર્યો છે.અમદાવાદમાં એરપોર્ટ પાસે સવિતાબેન (નામ બદલ્યું છે) બાળકો સાથે રહે છે. પતિના અવસાન બાદ બાળકોની જવાબદારી તેમના માથે આવી ગઈ છે. તેઓ જેમ તેમ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. બાળકોનું ભરણપોષણ કરવા તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સવિતાબેન જે વિસ્તારમાં રહે છે તે વિસ્તારમાં એક પુરૂષ સવિતાબેન સામે રોજ નજર બગાડે છે. સવિતાબેન બાળકોને કોઈ તકલીફ થાય નહીં તે માટે આ આધેડની હરકતોને નજરઅંદાજ કરતા હતાં. પરંતુ ગઈકાલે સવિતાબેન તેમના ઘરમાં એકલા હતાં ત્યારે સામે રહેતો એક મનોવિકૃત વ્યક્તિ તેમને અશ્લિલ ઈશારા કરતો હતો.આ સમયે સવિતાબેન ખૂબ જ ગભરાઈ ગયાં હતાં. આ વ્યક્તિની હરકતોને વારંવાર નજરઅંદાજ કરવા સિવાય તેઓ બીજુ કશું કરી શકે તેમ નહોતા. આ વ્યક્તિની હિંમત એટલી થઈ હતી કે તે દોડીને સીધો જ સવિતાબેનના ઘરમાં ઘૂસી ગયો હતો અને સવિતાબેનને જકડી લીધાં હતાં. તેણે સવિતાબેનના ગુપ્તભાગમાં સ્પર્શ કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે સવિતાબેન ખૂબજ ગભરાઈ ગયાં હતાં. તેમણે બુમાબુમ કરતાં જ આસપાસના લોકો ભેગા થઈ ગયાં હતાં. ત્યારે આ યુવક ત્યાંથી ભાગી ગયો હતો. સવિતાબેને આ યુવક સામે પોલીસને જાણ કરી હતી. પરંતુ તેમની તબિયત બગડતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયાં હતાં. પોલીસે આ વ્યક્તિ સામે ગુનો નોંધીને તેને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યાં છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર